હાલમાં રાજયના તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ કોરોનાની વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં ખંતપૂર્વક અને સાહસ સાથે ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. તેવી જ રીતે તમામ તહેવારોમાં, મહત્વના બંદોબસ્તમાં, કોઈ આંદોલન કે કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો વખતે પોલીસ હંમેશા ખડેપગે હોય છે. પોલીસની આવી ઉત્તમ કામગીરીને બિરદાવવા અને તેમનું મનોબળ વધારવા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્રારા એક નવો પદક આપવાની પહેલ કરવામાં આવી છે. ત્યારે ગોધરાના ઉત્સાહી ડીવાયએસપી રમેશકુમાર આઈ દેસાઈ ને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ”ડીજીપી” ચંદ્રક અર્પણ કરવામાં આવ્યો છે. રાજયના પોલીસ દળમાંથી ઉમદા કામગીરી કરનાર તમામ સંવર્ગના પોલીસ અધિકારીઓ માટેના આ ખાસ પોલીસ ચંદ્રકને ડી.જી.પી. કમેન્ડેશન ડીસ્ક (“DGP’s Commendation Disc” ) તર્રીકે ઓળખવામાં આવે છે.પંચમહાલના આ બાહોશ અધિકારીને મેડલ એનાયત થતા પોલીસ વિભાગ તરફથી પણ શુભકામનાઓ પાઠવામા આવી રહી છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરાનાં ડી.વાય.એસ.પી. રમેશકુમાર દેસાઈને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ”ડીજીપી” ચંદ્રક અર્પણ એનાયત કરાયો.
Advertisement