ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે નિર્માણ થનારા ભવ્ય રામમંદિરની પાયાવિધિમાં ઉપયોગ લેવામાં આવનારા જળ અને માટીનાં કળશ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં માટે અયોધ્યા ખાતે પ ઓગસ્ટે લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વરદ હસ્તે શ્રી રામ મંદિરનું ખાતમુહૂર્ત થવાનુ છે. ત્યારે આ પ્રસંગે દેશભરની નદીઓના પવિત્ર જળ અને મંદિરોની માટી મોકલવાનુ હિન્દુ સંગઠનો દ્વારા નક્કી કરવામા આવ્યુ છે. ગોધરા ખાતે શ્રી ગોવર્ધનનાથજી હવેલીના પવિત્ર સંકુલની માટી વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યકરોને સુપ્રત કરવામાં આવી હતી. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે રામમંદિરની પાયાવિધિમાં નિર્માણ કાર્યના ખાતમુહૂર્ત માટે વિશેષ અભિયાન અંતર્ગત સમગ્ર ભારતમાંથી પવિત્ર યાત્રાધામોમાંથી માટી તથા પવિત્ર જળ એકત્ર કરવા માટે ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગોધરા ખાતે શ્રી ગોવર્ધનનાથજી હવેલીનાં પવિત્ર સંકુલની માટી હવેલીના મુખ્યાજી, યુવા વૈષ્ણવ અગ્રણી કે.ટી. પરીખ, અને દિગ્નેશ પરીખ દ્વારા પંચમહાલ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના શંભુપ્રસાદ શુકલ અને પિયુષભાઈ ગાંધીને સુપ્રત કરવામાં આવી હતી.
પંચમહાલ રાજુ સોલંકી
અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામમંદિર માટે ગોધરાથી જળ-માટી મોકલવામાં આવ્યા.
Advertisement