વિજય સિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના ગ્રામ વિસ્તારની ગ્રામ પંચાયતોમા તલાટીઓની ગેરહાજરીની વ્યાપક બુમો ઉઠવા પામી છે.તલાટીઓનો ગ્રામજનો દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામા આવતો છતા તલાટી દ્વારા ગ્રામજનો દ્વારા ફોન ઉપાડવાની તસ્દી લેવામા આવતી નથી. તેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તલાટીની ગેરહાજરીની વ્યાપક બુમોને કારણે લોકોના કેટલાય કામો અટકે છે. તલાટીઓને ગ્રામ પંચાયતો ખાતે હાજરી આપવાના નિયત દિનો ફાળવામા આવેલા છે. જેમા તલાટીઓ દ્વારા ગ્રામપંચાયત ખાતે હાજર રહેવાનુ હોય છે. પણ કાલોલ તાલુકામા તલાટીઓ ગ્રામ પંયાયત ખાતે ગેરહાજર રહેતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લામા કાલોલ તાલુકામા આવેલી કેટલીક ગ્રામ પંચાયતોમા તલાટીઓ હાજર રહેવાના દિવસે ગેરહાજર રહે છે તેવી ગ્રામ વિસ્તારો દ્વારા બુમો ઉઠવા પામી છે. ગ્રામ પંચાયતોમા જરુરી દાખલા તેમજ કાગળો પર સહી સિક્કા કરાવાના હોય છે.પણ આ કાલોલની ગ્રામ પંચાયતોમા તલાટીઓ જ ગેરહાજર રહેવાની બુમો ઉઠવા પામી છે. જેના કારણે ગ્રામજનો એ પંચાયત કચેરીએ આવીને બેસી રહેવુ પડે છે. અને તલાટી હાજર ન હોવાના કારણે પોતે જે કામ કાજ લઈને આવ્યા હોય છે. તે થતુ નથી. આ તલાટીઓ ગ્રામપંચાયત કચેરી ઉપર ના આવતા તેમના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવામા આવે છે તો પણ તલાટી મહાશયો ફોન ઉપાડવાની સહેજેયતસ્દી લેતા નથી તેના કારણે લોકોમા ભારે રોષની લાગણી જોવા મળે છે. કારણ કે તલાટી ના આવના કારણે લોકોના જરુરી દાખલાઓ પણ કાઢી શકાતા નથી. અને તેમના કામો પણ અટકે છે. આ અંગે તાલુકાના તંત્ર દ્વારા આવા તલાટીઓ સામે તપાસ હાથ ધરવી જોઈએ તેવી પણ માંગ કાલોલના ગ્રામ્ય વિસ્તારોમા રહેતા લોકોમા ઉઠવા પામી છે.