Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં MGVCL નાં જોખમી વીજ વાયરોનું સમારકામ કયારે ? સ્થાનિકો કરી રહ્યા છે સવાલ.!

Share

ચોમાસાની સીઝનમાં છાસવારે વીજપુરવઠો ખોરવાઈ જવો એ સામાન્ય બાબત થઈ પડી છે.કારણ લોકો પણ હવે તેને સ્વીકારી લીધી કારણ કે ચોમાસામા વરસાદને કારણે ઘણીવાર સુચકતાને લઈને પણ વીજપુરવઠો બંધ કરવાની ફરજ પડતી હોય છે. પંચમહાલના ગોધરા શહેરમા આવેલા પાવરહાઉસ વિસ્તારની પરિસ્થિતિ અલગ છે.વાત એમ કે આ વિસ્તારમાં આવેલા વાલ્મીકીવાસમાં એમજીવીસીએલનાં કેબલ વાયરમાંથી એકાએક સ્પાર્ક કરંટ આવતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.આ વાત બે અઠવાડીયા પહેલાની હતી. બે અઠવાડિયા પહેલા ગોધરામાં વરસાદ પડેલ ત્યારે આ પરિસ્થિતિ જોવા મળી હતી. અહીનાં સ્થાનિકો દ્વારા એમજીવીસીએલ ઓફિસમાં ટેલીફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જગ્યાએ હંગામી ધોરણે કેબલ વાયરને બાંધી બીજી બાજુ ખસેડી વાયરથી બાંધી દૂર કર્યો હતો અને સ્પાર્ક અને કરંટવાળી જગ્યાએ પ્લાસ્ટિકની થેલી નાંખી ચાલ્યા ગયા હતા

અને જ્યારે ફરી વરસાદ વરસ્યો અને ફરીવાર આજ ઘટના બની અને પછી ફરીવાર એમજીવીસીએલનાં ઈજનેર અધિકારીને આ બાબતે ટેલીફોન જાણ કરી હતી ત્યારે એમજીવીસીએલ કર્મચારી આવી કેબલ વાયરનું માપ કરી અને ચાલ્યા ગયા હતા. હજી સુધી આ સમારકામ કરવામા આવ્યુ નથી તેવું અહીનાં સ્થાનિકોનુ જણાવવુ છે.હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તો તેનું જવાબદાર કોણ? આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા કેટલાય એવા વિસ્તારો છે જ્યાં એમજીવીસીએલનાં વાયરો લટકતા જોવા મળે છે.ત્યારે પ્રિમોન્સુનની કામગીરી કરવામા આવે છે ખરી ??તેવા સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

LPG સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો, કેન્દ્રિય કેબિનેટનો નિર્ણય

ProudOfGujarat

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુમાનદેવ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!