દુનિયામા જેટલી ટેકનોલોજી વધી છે, તેની સામે તેટલી સમસ્યાઓ પણ વધી છે.આજની દુનિયા ઇન્ટરનેટથી જોડાવાને કારણે નાનકડી બની ગઇ છે. હવે મોબાઈલ યુગ હોવાથી દુનિયા પણ હાથમા છે.વોટસએપ, ફેસબુક થકી દુનિયાનાં લોકો એકબીજાનાં સપંર્કમાં આવે છે. ત્યારે તેમાં પણ ઘણીવાર ન બનવા જેવા બનાવો બનતા હોય છે. હવે ડીઝીટલ ચલણ અમલી બન્યુ છે. ત્યારે તેની સામે પણ છેતરપીંડી આચરનારાઓનો પણ તોટો નથી. આવા ગુનાઓની ફરિયાદ માટે હવે પંચમહાલ વાસીઓ માટે આનંદનાં સમાચાર છે. પંચમહાલ જીલ્લાનાં વડામથક ગોધરા ખાતે સાયબર ક્રાઇમ પોલીસ નવીન મથક કાર્યરત પહેલી જૂલાઈથી કરવામા આવ્યુ છે.જેમાં સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ જેવાકે ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક, વોટસએપ, વગેરે જેવા ઇન્ફોર્રમેશન ટેકનોલોજી જેવા તમામ સોશિયલ મીડીયાનાં માધ્યમથી સતામણી, છેતરપીંડી, ધાકધમકી તથા ખંડણી ક્રેડીટકાર્ડ, ડેબીટ કાર્ડ, તેમજ એપ દ્વારા નાણાકીય છેતરપીંડી,ઓનલાઇન ફ્રોડનાં બનાવો સહિતનાં ગુનાઓ સામે કાર્યવાહી કરવામા સરળતા રહેશે.આ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર ત્રણ જીલ્લા પંચમહાલ, મહિસાગર, દાહોદ રહેશે. આ જીલ્લામાં બનતા ગુનાઓ, તેમજ ગુનાઓ કોઈ પણ વ્યક્તિ સાથે બને ત્યારે તેમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પંચમહાલ, ગોધરા રેન્જ, નાયબ પોલીસ મહાનિરિક્ષકની કચેરી, સિવીલ લાઇન્સ રોડ, ગોધરાનો સંપર્ક કરવાનો રહેશે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પ્રારંભ કરાયો,ત્રણ જીલ્લાઓનો કરાયો સમાવેશ.
Advertisement