દર વર્ષે પહેલી જુલાઈને સમગ્ર દેશમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ગોધરા શહેરમાં કોરોના વોરિયર્સ લાંબા સમયથી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. હાલમાં વકરી રહેલી પરિસ્થિતિમાં ગોધરા સિવિલ હોસ્પિટલ સહિત ડોકટરો રાત દિવસ ખડે પગે પોતાના જીવને જોખમમા મુકીને કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ગોધરામાં અત્યાર સુધીમાં કોરોનામાં સપડાયેલા ૧૯૪ દર્દી પૈકી ૧૩૪ દર્દીઓને યોગ્ય સારવાર આપીને સાજા કરીને ઘરે પહોંચાડયા છે. હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને કારણે પહેલી જુલાઈ ડોકટર્સ ડે નાં દિવસે સૌ પ્રથમ વખત તમામ કોરોના વોરીયર્સ જેવા કે તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ,પોલીસ વગેરેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આજે છે ડોકટર્સ ડે જન્મથી લઈ મૃત્યુ સુધી માનવીનાં જીવન સાથે જોડાયેલ ભગવાનનો અવતાર કોઈપણ ગંભીર તબીબી સમસ્યામાંથી આપણને ઉગારવા માટે ડોક્ટર હંમેશા તૈયાર રહે છે. સમગ્ર દેશમાં ૧ જુલાઇનાં રોજ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે વર્ષ ૧૯૯૧ થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી ડૉ. બીધાનચંદ્ર રોયની યાદમાં ૧ જુલાઇનાં રોજ રાષ્ટ્રીય ડોક્ટર ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
પંચમહાલ રાજુ સોલંકી