Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા (૪૮) હાફ સેન્ચુરીની નજીક પહોંચી.

Share

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ ૧૯ નો એકપણ નવો કેસ નોંધાયા નથી. જિલ્લામાં સંક્રમણને આગળ વધતુ અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ પગલાંઓ લેવાઈ રહ્યા છે ત્યારે પંચમહાલ જીલ્લાનાં ગોધરામાં કોરોના વાયરસનાં કેસ હાફ સેન્ચુરી તરફ જઈ રહ્યા છે. લોકોને પણ તંત્ર કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરી રહ્યુ છે. છતા કેસો વધતા ફફડાટ ફેલાયો છે.પંચમહાલ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એક પણ કેસ ન આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હસ્કારાનો શ્વાસ લીધો હતો પરંતુ શહેરમાં કોરોના વાઇરસનાં વધુ ૫ કેસો વધતા તંત્ર દોડતું થયું થઈ ગયું હતું. આરોગ્ય તંત્રની જહેમત છતાં આજરોજ નવા ૫ કેસ પોઝીટીવ મળી આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરમા દિનપ્રતિદીન કેસો વધતા જતા આરોગ્ય અને વહીવટીતંત્રની સાથે જીલ્લાવાસીઓ પણ ચિંતીત બન્યા છે. જાણવા મળ્યાનુસાર આ તમામ દર્દીઓ ગોધરા શહેરનાં કાછિયાવાડ, ગોન્દ્રા, સાતપુલ, અને ધન્તીયા પ્લોટ વિસ્તારના છે જ્યાં પોઝીટીવ કોરોના દર્દીઓ મોજુદ છે. હાલ પંચમહાલ જિલ્લાનો કુલ આંક ૪૮ પર પહોંચ્યો છે. જેનાથી પંચમહાલ સહિત ગોધરાના લોકો ચિંતિત બન્યા છે આ તમામ કેસો સાતપુલ,ધન્તિયા પ્લોટ,કાછીયાવાડ,ગોન્દ્રા વિસ્તારમાં પોઝીટીવ આવ્યા છે.ગોધરાને રેડ ઝોનમાં પણ જાહેર કરવામાં આવ્યુ છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

પાદરામાં વૃદ્ધાને છેતરી ગઠિયા 3 બંગડી લઇ ફરાર

ProudOfGujarat

કેલ્વીકુવા ગામના પુલની રેલીંગ-માટી પુરાણની માંગ કરતાં રહીશો,ગફલતથી વાહન સીધું ખાડીમાં પડતા જીવ ગુમાવાનો વારો,

ProudOfGujarat

ભરૂચના ઝનોર ગામની પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાના બાળકોએ નબીપુર પોલીસ મથકની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!