Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગોધરા ખાતે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ગૃહરાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

ગોધરા ખાતે ગૃહ રાજયમંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં જિલ્લાના પ્રજાજનોને સ્પર્શતા પ્રજાલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા માટે પદાધિકારીઓ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લાના પદાધિકારીઓ દ્વારા પ્રજાને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રશ્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રજાના પ્રશ્નોના ફળદાયી અને અસરકારક નિવારણ માટે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને સમય બધ્ધ આયોજન ઘડી કાઢી સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ કરવા જણાવ્યું હતું.
મંત્રશ્રી એ સરકારી યોજનાઓના અમલીકરણમાં થતા બીન જરૂરી વિલંબને નિવારવા અધિકારીઓને સુચનાઓ આપી હતી. ગુહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કાલોલ તાલુકામાં જમીન શરતફેરના ૧૨૦૦ ઉપરાંત કેસોનો એક માસમાં નિકાલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત જિલ્લામાં ૫૨૦૦૦ જેટલા ગેસ કનેક્શન પુરા પાડવામાં આવ્યા છે તેવી જાણકારી આપતા મંત્રીશ્રીએ આ યોજનાથી વંચિત ગરીબ પરીવારોને ગેસ કનેકશન પુરા પાડવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રીને સુચનાઓ આપી હતી. આ લોકદરબારમાં પદાધિકારીઓ દ્વારા સમગ્ર જિલ્લામાંથી પસાર થતા રસ્તાઓ પરના અડચણરૂપ ગાંડા બાવળ દુર કરવા, રસ્તાઓની મરામત કરવી, નર્મદા કેનાલમાંથી વડા તલાવમાં પાણી આપવા, નવા સબ સ્ટેશન સ્થાપવા, શહેરા નગરપાલીકામાં ફાયર ફાયટરની સુવિધા આપવા, જિલ્લાના સિંચાઇ વિહોણા ગામડાઓમાં સિચાઇની સુવિધા આપવા, કોલીયારી ડેમનું કામ ઝડપભેર પુરુ કરવા, કાલોલમાં જાહેર માર્ગો પર દબાણો દુર કરવા, ઘોમા નદીમાં નર્મદાનું પાણી આપવા, ચલાલી વિસ્તારમાં નવુ પી.એચ.સી.સેન્ટર સ્થાપવા, મેસરી નદીની સફાઇ, સહીત કાલોલ તાલુકાના દેલોચ ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા જેવા પ્રશ્નો રજૂ થયા હતા. મંત્રીશ્રીએ સમીક્ષા બેઠકમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોના સમય અવધીમાં હકારાત્મક ઉકેલ કરવાની હૈયાધારણા આપી હતી. કાલોલ તાલુકાના દેલોચ ગામને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ અગાઉ મંત્રીશ્રી એ મધ્ય ગુજરાત વિજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉર્જા વિભાગની કામગીરી તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળનાં કોસાડી ગામે કતલ કરવા માટે લઈ જવાતી ગાયને પોલીસે બચાવી.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં બનાવેલ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર બંધ હોવાથી દર્દીઓને હાલાકી.

ProudOfGujarat

અંદાડા ગામના મુખ્ય માર્ગ પર ભરબપોરે દિલધડક લૂટ નો બનાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!