Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૮ પર પહોંચી.

Share

શહેરમાં મહામારી કોરોનાનાં કેસો દિન પ્રતિદિન ઘટવાના બદલે વધી રહ્યા છે. આરોગ્ય તંત્રની જહેમત છતાં આજરોજ નવા 10 કેસ પોઝીટીવ મળી આવતાં એલર્ટ બનીને તંત્ર દોડતું થઈ ગયું છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરમાં દિન પ્રતિદીન કેસો વધતા જતા આરોગ્ય અને વહીવટીતંત્રની સાથે જીલ્લાવાસીઓ પણ ચિંતિત બન્યા છે. જાણવા મળ્યાનુસાર આ તમામ દર્દીઓ અગાઉ કલસ્ટર જાહેર કરાયેલ એવા વિસ્તારો કે જ્યાં પોઝીટીવ કોરોના દર્દીઓ મોજુદ છે અને અન્ય નવા વિસ્તારોનો પણ સમાવેશ થયો છે. જેમાં ગોધરામાં 9 પોઝિટિવ અને વધુ એક કેસ હાલોલનાં પોઝિટિવી આવેલ દર્દીનાં સંપર્કમાં આવેલ તેના દીકરાને થવા પામ્યો છે. જેનાથી આજે નવા કુલ કેસની સંખ્યા 10 થવા પામી છે. હાલ પંચમહાલ જિલ્લાનો કુલ આંક 38 પર પહોંચ્યો છે. જેનાથી પંચમહાલ સહિત ગોધરાનાં લોકોને pog.com દ્વારા ઘરમાં રહેવા અપીલ કરે છે.

Advertisement

Share

Related posts

ગાંધીનગર-કોંગ્રેસના ધારાસભ્યો મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા – મુખ્યમંત્રી ને આવેદન આપી રજુઆત કરાઈ..

ProudOfGujarat

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા એ જનસભા સંબોધી.

ProudOfGujarat

રાજપીપળામાં ત્રણ દિવસ લોકડાઉન : પ્રથમ દિવસે તમામ બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!