ચીનના વુહાન શહેરમાંથી વાઇરસરૂપી કોરોના એ સમગ્ર વિશ્વમાં હચમચાવી દીધા છે જેના કારણે સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સમગ્ર દેશમાં દિન પ્રતિદિન કોરોના વાઇરસનો પ્રકોપ એક બાદ એક જીવને જોખમમાં મૂકી દીધો છે અને હજારો જીવને ભરખી રહ્યો છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારતમાં ૨૧ દિવસ માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે લોકડાઉનનો આજે વીસમો દિવસ છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં એક કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયો હતો જેમાં ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો ખડે પગે જીવને જોખમમાં મૂકી શહેરની સફાઈ સેવા આપી રહ્યા છે ત્યારે આવી કોરોનાની મહામારીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની વેદના જાણીએ.
પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર આવેલું છે જેમાં પંચાયતનો સંલગ્ન કરતા તેની વસ્તી ગણતરી આંકડો ૨૦૧૧ પ્રમાણે ૨ લાખ જેટલો હશે. પરંતુ આપણે નગરપાલિકાની વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો તેમાં ૧૧ વોર્ડ માં ટોટલ ૪૫૦૦૦ હજાર કરતા વધુ મકાનો અને ૧.૫૦ લાખ જેટલી વસ્તી ધરાવતું નગર છે ત્યારે આવા બહોળા પ્રમાણમાં પથરાયેલ શહેરમાં ખાલી ૩૧૩ જેટલા સફાઈ કામદારો ગોધરા નગરને સ્વચ્છ રાખે છે અને આરોગ્યની સેવાઓ અને અમુક કહેવાતા અધિકારીઓના પણ આંટાફેરા મારવા પડે છે? કોરોના વાઇરસની મહામારીના કપરા સમય દરમિયાન ગોધરા નગરપાલિકા દ્વારા કાયમી, રોજમદાર, અને પેન્શનરો મળી કુલ ૪૦૦ થી વધુ કર્મચારીઓને છેલ્લા ફેબ્રુઆરી માસથી પગાર મળ્યો નથી અને આવી કફોડી હાલતમાં તથા મહામારીની વિકટ પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવામાં ભારે વિપદા પડી રહી છે ગોધરા નગરપાલિકા દ્વારા પગાર ન ચુકવાતા સફાઈ કામદારો સાથે પેન્શનરોની હાલત દયનીય બની છે ત્યારે આવા લોકડાઉનનાં સંજોગોમાં કેટલીક સેવાભાવી સંસ્થા, વહીવટ વિભાગ અને દાતાઓ પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ ને અનાજની કીટ, અને બે ટંક ભોજન આપી રહ્યા છે પરંતુ લોકડાઉનના પ્રથમ દિવસથી આજ દિન સુધી અવિરત ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પરિવારની કોઈ સેવાભાવી કે વહીવટી તંત્ર દ્વારા ભાળ લીધી ખરી? કે તેવોના પરિવારે બે ટંક ભોજન લે છે કે નહિ? સવાલ ધણા બધા છે પરંતુ અહી એક જ વાત છે કે છેલ્લા બે માસથી પગારથી વંચિત કામદારો સ્થિતિ જોઈ લાગતા વળગતા તંત્રે ધ્યાન દોરી વહેલા તકે પગાર કરે તેવી માંગ ગુજરાત અખિલ ભારતીય મજદૂર સંધનાં મહાસચિવ કિરણભાઈ સોલંકી એ કરી છે.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોનો બે માસથી પગાર નથી થયો કોરોનાનાં માહોલમાં તેમના પરિવારોની તંત્રને ચિંતા છે ખરી???
Advertisement