Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરને સ્વચ્છ રાખનારા અને કોરોના સામેની જંગનાં અસલી યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો !!

Share

ભારત સહિત ગુજરાતમાં કોરોના વાઇરસના કહેરએ હાહાકાર મચાવી દીધો છે દિન પ્રતિદિન કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધતા જાય છે ત્યારે આજે ગુજરાતના ૧૮ જિલ્લાઓમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે ૨૪૧ કેસ પોઝીટીવ આવ્યા છે જે ગુજરાત માટે ખતરાની ઘંટી સમાન છે કોરોના વાઇરસ કેસમાં રોજબરોજ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી સાવચેતીનાં પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે ગોધરામાં આવેલ નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મીઓ ગોધરા શહેરમાં અવિરત ખડે પગે સફાઈનું કામ કરે છે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો કાળો કહેર છે ત્યારે ભર ઉનાળામાં પણ પોતાના જીવને જોખમમાં મૂકી ગોધરા શહેરને સ્વચ્છ રાખવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે

અને આ મહામારીની લડત સામે વિજય અપાવવા પોતાની યથાશક્તિ પ્રમાણે સહકાર આપી રહ્યા છે. ગોધરા નગર પાલિકાની વાત કરીએ તો ગોધરામાં કુલ ૧૧ વોર્ડ આવેલા છે જેમાં આરોગ્ય અને મેલેરિયા વિભાગમાં ૩૦૦ કરતા વધારે કાયમી અને રોજમદાર સફાઈ કામદારો ફરજ બજાવે છે જે ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર અને સોસાયટીઓમાં સફાઈની કામગીરી કરી રહ્યાં છે.

હાલમાં જ ગોધરામાં રબ્બાની મહોલ્લામાં એક વયોવૃદ્ધ વ્યક્તિને કોરોના વાઇરસ પોઝીટીવ આવતા વડોદરા ખાતે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી વહીવટી તંત્ર દ્વારા ગોધરાના મુસ્લીમ વિસ્તારમાં ૧૫૦ થી વધારે સફાઈ કામદારોને અલગ અલગ વિસ્તારોમાં જંતુનાશક દવાઓ છંટકાવ કરી સેનેટાઈઝ કરી સાફ સફાઈ કરવામાં આવી હતી.

ખરેખર તો સફાઈ કામદારો એ એવા ચહેરા વગરના લોકો છે જે શેરીઓમાં સફાઈ કામ કરે છે, ગટરો સાફ કરે છે શહેર ગામને સ્વચ્છ રાખે છે. જો એક-બે દિવસ સફાઈ કામદારો ના આવે તો રોડ રસ્તાઓ પર ચાલવાનું પણ મુશ્કેલ થઈ જાય છે એ લોકો થોડાક દિવસ હડતાળ પર ઉતરી જાય તો આપણે એમનું મૂલ્ય અને મહત્વ માલુમ પડી જાય કરશનદાસ પે એન્ડ યુઝ ફિલ્મ જોઈ હતી ને? જેવી રીતે દેશની સુરક્ષા કરવા માટે સૈનિકની જરૂર છે તેમ આરોગ્યની સુરક્ષા કરવા માટે સફાઈ કામદારની જરૂર પડે છે. તાજેતરમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પણ સફાઇકામદારોને આભાર વ્યક્ત કરી રહ્યા છે.તેમજ હાલમાં વડોદરામાં એક સફાઇકામદાર મહિલાને ફોન પર વાત કરીને તેમની સેવાને બિરદાવી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

વડોદરામાં રોડ રોમિયો સામે પોલીસની લાલ આંખ : ટ્રેપ ગોઠવી ઝડપી પાડયા.

ProudOfGujarat

ભરૂચમાં ૨૩૬ દિવસ બાદ કોરોનાથી 81 વર્ષીય વૃદ્ધનું મોત નીપજયું

ProudOfGujarat

લીંબડી એ.પી.એમ.સી. ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ પ્રદર્શન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!