હાલમાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં ૨૧ દિવસ માટે લોક ડાઉન આપી દેવામાં આવ્યું છે જેના કારણે ભારત સહિત ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તેનું મુખ્ય કારણ ચીનના વુહાન શહેરમાંથી કોરોના નામના વાઇરસે વિશ્વના સૌથી મોટા ભાગના દેશમાં ભારે તબાહી સર્જી છે. ત્યારે આવા સમયમાં નિ:સહાય લોકોની હાલત કફોડી બની છે અને આવા સંજોગોમાં ગોધરાના ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા અને માં શક્તિ યુવક મંડળના નવયુવાનો એક અનોખું કાર્ય કરીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નિ:સહાય અને મજૂરી કામ કરતા પરિવારના સભ્યોને ખાવા માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને દાળ, ભાત, શાક બનાવી રોજે રોજ ગોધરા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય એવા દરૂણીયા અને ભામૈયા ગામમાં રહેતા નાયક ફળિયામાં આયોજનબદ્ધ રીતે રોજે રોજ જમવાનું બનાવી ગરીબ પરિવારોને આપી રહ્યા છે.
ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા અને માં શક્તિ યુવક મંડળના અશોકભાઈ બાબુભાઈ મારવાડી,સુરેન્દ્રસિંહ ઉદેસિંહ બારીયા, બાબુભાઈ ભરતભાઈ પરમાર આદિલભાઈ ચિરાગભાઈ શેખ, સેજાદ ભાઈ ચિરાગભાઈ શેખ, બારીયા વિરલભાઇ કિશનભાઇ, પ્રજાપતિ હિમાંશુ, મનીષભાઈ દલપતસિંહ બારીયા, બારીયા વિનય ભાઈ ચંદ્રસિંહ, વગેરે નવયુવાનો રોજે રોજ એક છોટા હાથી ગાડીમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ અને જમવાનું બનાવી ગામમાં અત્યંત ગરીબ નિરાધાર લોકોને પહોંચાડે છે. આ બાબતે સુરેન્દ્રસિંહ ઉદેંસિંહ બારીયાએ જણાવ્યું હતું કે ગોધરા શહેરમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા રોજે રોજ જમવાનું આપવામાં આવે છે પરંતુ જે ગોધરા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય એવા દરૂણીયા અને ભામૈયામાં કડીયા કામ કરી મજૂરી કામ કરતા હોય તેવા લોકો સુધી જમવાનું પહોંચતું નથી જેથી કોઈ ગરીબ નિરાધાર વ્યક્તિ ભૂખ્યો રહે નહિ અને દરેકને સમયસર બે ટંકનું ભોજન મળી રહે તે માટે અમે ગોધરા તાલુકાના દરૂણીયા અને ભામૈયા ગામમાં જઈ ગરીબ લોકોને જમવાનું પહોંચાડવાનું કાર્ય કરીયે છે.ત્યારે માં શક્તિ મંડળના યુવાનોને આગળ આવીને મદદ કરે તેવી હાંકલ કરી છે. લોકડાઉનના સમયમા ધંધા રોજગાર ઠપ્પ છે.ત્યારે ગરીબ લોકોને ભોજન પૂરું પાડીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે.સામે ગ્રામજનોએ પણ યુવકમંડળનો આભાર માન્યો હતો.
પંચમહાલ રાજુ સોલંકી
ગોધરા : માં શક્તિ યુવક મંડળનાં યુવાનો લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આદિવાસી લોકોને ભોજન પૂરું પાડી રહ્યા છે.
Advertisement