Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

Share

સકિનાબેન સુલતાનઅલી ગુલમહુસેનવાલા ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા. દ્વારા સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ
ગોધરા રાજુ સોલંકી
અતિ ગરીબ વર્ગના લોકો માટે પોતાનું બે ટાઈમના ભોજન માટે દિવસ દરમ્યાન મહેનત મજૂરી કરવી પડતી હોય છે. તેઓ પોતાના બાળકોના શિક્ષણમાં નડતી મુસ્કેલીઓને પ્રાથમિકતા આપી શકતા નથી. તેના કારણે ગરીબ વર્ગના વિધ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવામાં મુશ્કેલી પડે છે. ઉત્તમ સમાજના ઘડતર માટે દરેક નગરિકનું શિક્ષિત હોવું ખુબજ જરૂરી છે. વિધ્યાર્થીઓને શિક્ષણને આડે ઠંડીની સમસ્યા નડે નહીં અને નિયમિત રીતે શાળામાં આવે તેવા હેતુ થી સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળાની ધોરણ 1 અને ધોરણ 2 ની વિધ્યાર્થિનીઓને તારીખ 10-1-2019 ના રોજ સકિનાબેન સુલતાનઅલી ગુલાંહુસેનવાલા ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરાના પ્રમુખ ડો. સુજાત વલી દ્વારા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શારીરિક રીતે અસ્વસ્થ જણાતી વિધ્યાર્થિનીઓને નિયમિત રીતે વિનામૂલ્યે પોષણ યુક્ત આહાર આપવામાં આવશે.


હાલ આ વિધ્યાર્થિનીઓના આરાગ્ય માટે પણ ખાસ કામગરી કરવામાં આવી રહી છે. તેઓના વજન અને ઊચાઈનું રેગ્યુલર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે BMI મુજબ પોષણ યુક્ત આહાર આપવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. 77 જેટલા ઓછું વજન ધરાવતી સરીરિક રીતે અસ્વસ્થ વિધ્યાર્થિનીઓને સોમવારે, બુધવારે અને શુક્રવારે સુખડી, ચીકી, સિંગ, ચણા, ખજૂર અને બીજા પોષણ યુક્ત આહાર આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન તેમના વજન અને ઊચાઈની માહિતીઓનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. પ્રારંભિક કાર્યક્રમમાં દાતા શ્રી ડો. સુજાત વલીએ જણાવ્યુ હતું કે વિધ્યાર્થીઓને શિક્ષણ માટે કોઈપણ બધા નડે નહીં તેવા પ્રયાશો કરવામાં આવશે. બે દિવસ દરમ્યાન કાર્યક્રમમાં બી. આર. સી. કો ઓર્ડિનેટર જિગ્નેશભાઈ પટેલ, સી. આર સી કો ઓર્ડિનેટર દિનેશભાઇ પટેલ અને વિજયભાઈ પટેલ, પ્રોગ્રામ કો ઓર્ડિનેટર અવિનાશ મિસ્ત્રી શાળાના આચાર્ય શ્રી ભરતસિહ સોલંકી શાનું દલવાડી, બ્રિઝ જાદવ, શાળાના શિક્ષકગણ હજાર રહ્યા હતા. નિયમિત અને વધુ શિક્ષણ માટે વિધ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરવા ગોધરાના મહિલા ઉધ્યોગપતિ શ્રીમતિ શિલ્પા પરિખ અને સ્મિતાબેન પરિખ ખાસ હજાર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

દેશે જોયું છે કે ગરીબોની સરકાર તેમને મજબૂત કરવા માટે કેવી રીતે કામ કરે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ProudOfGujarat

માંગરોળના ઝાંખરડા ગામની પ્રાથમિક શાળાના હિન્દુ મુસ્લિમ બાળકો એ હોળી ધુળેટી પર્વની કરી ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!