ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લા મા વહીવટી તંત્ર ની આંખો મા ધૂળ નાખી દીન પ્રતિદિન ખનન માફિયા ચોરી કરી રહ્યા છે જેથી ખનન મુદ્દે વહીવટી તંત્ર સજાગ બન્યું છે અને આધુનિક ટેકનોલોજી ની મદદ લઈ માફીયા ઓ ઉપર લગામ કસી છે. પંચમહાલ ના રસુલપુર અને ચાવડ ગામ માં જેસીબી મશીન ની મદદ થી માટી અને સાદી પત્થરનું ખનન કરી રહ્યા ની બાતમી મળી હતી જેથી ખાણ ખનીજ વિભાગ ની ટીમ રસુલપુર અને ચાવડ ગામે ત્રાટકી ડ્રોન કેમેરા ની મદદથી ખનીજ ચોરી કરતા ઉપર ત્રાટકી હતી અને સાદી પથ્થર સહિત ની માટી, સોફટ મોરમ, ના ત્રણ ટ્રેકટરો સહિત એક જેશીબી મશીન સાથે રૂ ૬૦ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી મોરવા હડફ પોલીસ મથકે સુપ્રત કર્યો હતો હજુ વધુ ખનન સાધનો પકડાવવાની શક્યતા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અત્યાધુનિક સાધનો ની મદદથી ખનીજ માફિયાઓ ઉપર નજર રાખવા નુ શરૂ કરાતા જ ખનીજ ચોરી કરતા તત્વો મા ગભરાટ ફેલાયો છે. આધુનિક ટેકનોલોજી થી ખનીજ ચોરી તો અટકશે જ પરંતુ સરકારી તંત્ર ને છાશવારે નુકસાન પહોંચાડતા તત્ત્વો પણ ખુલ્લા પડશે..