ગોધરા રાજુ સોલંકી
સંતરામપુર તાલુકા માં આવેલ ભંડારા ગામના બટકવાડા ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના અંતર્ગત કેટલ શેડ ના બોલીમાં સહી સિક્કા કરવા માટે રૂ ૫૦૦ ની લાંચની માંગણી કરી હતી જેમાં આ કામના ફરિયાદી એ મહીસાગર ACB ને ફરિયાદ કરી હતી જેથી મહીસાગર ACB એ બટકવાડા ગ્રામ પંચાયત મા છટકું ગોઠવી રૂ ૫૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી ને રંગે હાથ ઝડપી પાડયા હતા
આ બનાવ સંદર્ભે બટકવાડા ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કૈલાશબેન પરથીગભાઇ વેચાતભાઈ પારગી એ આ કામના ફરિયાદી ના પાડોશી ને રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના અંતર્ગત કેટલ શેડ ના બોલીના કાગળો માં સહી સિક્કા કરવા માટે રૂ ૫૦૦ ની લાંચની માંગણી કરી હતી જેમાં આ કામના ફરિયાદી એ મહીસાગર ACB માં ફરિયાદ કરી હતી જેમાં મહીસાગર ACB ઓફીસ ના પોલીસ ઈન્સ્પેક્ટર એચ બી ગામેતી અને વડોદરા ACB ઓફીસ ના મદદનીશ નિયામક એન પી ગોહિલ એ બટકવાડા ગ્રામ પંચાયત મા છટકું ગોઠવી રૂ ૫૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી કૈલાશબેન પરથીગભાઇ વેચાતભાઈ પારગી ને રંગે હાથે ઝડપી પાડી વધારે તપાસ હાથ ધરી છે.