જિલ્લા કલેક્ટરે મેળાના આયોજન ની બેઠક યોજી
ગોધરા
દરિદ્રનારાયણની સેવા એ જ રાષ્ટ્ર સેવાનો ઉત્તમ માર્ગ માનતી ગુજરાત સરકારે વંચિતોના વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતરિયાળ વિસ્તારના છેવાડાના માનવી સુધી અને પારદર્શક રીતે પહોંચે તે માટે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા યોજી પરિણામલક્ષી કામગીરી હાથ ધરી છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આગામી તા. ૪થી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ ગોધરાના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાના યોગ્ય આયોજન હેતુ જિલ્લા કલેકટર શ્રી ઉદીત અગ્રવાલ ના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.
જેમાં લાભાર્થીઓને લાભોનું યોગ્ય રીતે વિતરણ થાય અને સમગ્ર કાર્યક્રમ સુચારુ ઢબે યોજાય તે માટે સંબંધિત અધિકારીઓને કામગીરીની સોપણી કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહે ઉપસ્થિત અધિકારીઓને મેળામાં લાભાર્થીઓની બેઠક વ્યવસ્થા, લાવવા લઈ જવા તેમજ આનુષાંગિક તમામ બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું.
ગોધરા ખાતે યોજાનારા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો), રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલીયા, જિલ્લાના લોકપ્રતિનિધિઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
………….