ગોધરા રાજુ સોલંકી
દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ વર્ક બેઢિયા વેજલપુર કાલોલ ખાતે નહેરુ યુવા કેન્દ્ર ગોધરા અને ભારત સરકાર દ્વારા આયોજિત જુદા જુદા વિષયો પર વ્યાખ્યાન યોજાયું હતું જેમાં કાર્યક્રમ ના મુખ્ય ઉદઘાટક પ્રફુલ્લ ત્રાબડીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં કૉલેજ કૅમ્પસ ના ડાયરેક્ટર શૈલેષભાઈ ચૌધરી એ અને ડૉ. ગિરીશ ચૌહાણે શબ્દો થી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે કાર્યક્રમ માં ડૉ.રાજેશ વણકરે રાષ્ટ્રીય એકતા વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું જ્યારે ઈશ્વર યોગી એ સ્વરછ ભારત નિર્માણ વિશે વિધાર્થીઓ ને વક્તવ્ય આપ્યું હતું જે બાબતે ડાહ્યાભાઈ અમીને શિક્ષણ માં યુવાનો નું પ્રદાન એ વિષય પર વ્યાખ્યાન વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે કાર્યક્રમ અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગોધરા ના કૉ. ઑડીનેટર પ્રફુલ્લ ત્રાબડીયાએ યુવા સંગઠન ટીમ તૈયાર કરવી, વ્યસન થી દૂર રહેવું, રમતો માટે વિવિધ સ્પર્ધાઓ યોજવી, વૉલેનટરી તરીકે નહેરુ યુવા કેન્દ્ર સાથે જોડાવવું વિગેરે વિગતે માહિતી આપી હતી આ પ્રસંગે ડૉ. રાજેશ વણકરે રાષ્ટ્રીય એકતા વિશે યુવા મિત્રો નું રાષ્ટ્ર પ્રત્યેની ફરજ , કેવી ભાવના હોય, યુવા ઓ શું કરી શકે વિગેરે બાબતો ની વાત રજૂ કરી હતી જ્યારે કૉલેજ ના સૌ અધ્યાપકો પણ હાજર રહ્યા હતા કાર્યક્રમ નું સમગ્ર સફળ સંચાલન કૉલેજ ના અધ્યાપક વિજય વણકરે કર્યું હતું અને અંત માં આભાર વિધિ અધ્યાપિકા વિશ્વા પરીખે કરી હતી આ તબક્કે એમ.એસ.ડબલયુ, બી.એડ, અને બી.એસ.સી ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
નહેરુ યુવા કેન્દ્ર ગોધરા અંતર્ગત દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ વર્ક બેઢિયા ખાતે સેમિનાર યોજાયો
Advertisement