વિજયસિંહ સોલંકી. ગોધરા
આઈ.પી.એલ.ની સીઝન શરુ થઈ જવા રહી છે. ત્યારે મેચોની સીઝન શરુ થવાની સાથે કિક્રેટ ઉપર હારજીતનો સટ્ટો રમાનારા તત્વો પર એકટીવ થઈ જાય છે. અને સટ્ટાના અડ્ડાઓ ખુલી જવા પામે છે. ત્યારે આ સટ્ટાની રમત આર્થિક રીતે પાયમાલ કરી નાખનારી રમત છે. ગોધરા શહેરમા ગત વર્ષ પણ પોલીસ તંત્ર દ્વારા સટ્ટાના અડડ્ડાઓ ઉપર રેડ પાડીને સટોડીયાઓને પકડી પાડવામા સફળતા હાસલ કરી હતી.ત્યારે હવે આઈપીએલ શરુ થઈ છેત્યારે આ સ઼ટોડીયાઓ ફરી સક્રીય થાય તો નવાઈ નહી ત્યારે ગોધરા શહેરમા રહેતા જાગૃત નાગરિકો દ્વારા પણ એવી માંગ ઉઠવા પામી છે.કે ગોધરા શહેરમા પોલીસતંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામા આવે અને જો સટોડીયાઓ તેમના એપી સેન્ટર ઉભા કરે તે પહેલા જ તમને ધ્વસ્તકરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આઈપીએલની મેચોનો પ્રારંભ થઈ રહ્યો છે. આઈપીએલ મેચને માણવાનો રોમાંચ કઈ અલગ હોય છે. નાના બાળકથી માડીને મોટેરાઓમા પણ આઈપીએલ મેચનુ જાણે ભુત સવાર થાય છે તેમ કહીએ તો નવાઈ નહી. આઈપીએલની મેચો શરુ થતાની સાથે એક સટોડીયાઓની લોબી સક્રિય શરુ થઈ થાય છે.અને સટોડીયા બજાર ધમધમતુ થઈ જાય છે.જેમા ભારતના મોટા શહેરોથી માંડીને હવે ગુજરાતમા પણ સટોડીયાઓની ગેંગ સક્રિય થઈ જાય છે. હવે આ સટોડીયાઓ હવે નાના શહેરોમા પણ સટોડીયાઓ સક્રિયા બનાવા લાગ્યા છે. મધ્ય ગુજરાતની વાત કરવામા આવે તો પંચમહાલ જીલ્લાનું વડા મથક ગોધરા શહેર પણ સટ્ટામાટેનું એપી સેન્ટર છેલ્લા વર્ષોથી બની ગયું છે. ગત વર્ષની નોધ લેવામા આવે તો ગોધરા શહેરમાં કિક્રેટના સટોડીયાઓ પકડાઈ જવા પામ્યા હતા. ખાસ ગોધરા એલસીબી શાખા દ્વારા રેડ પાડવામા આવતી હતી અને સટોડીયાઓને પકડી પાડવામા આવતા હતા. આઈપીએલ મેચોશરુ થવાની કારણે ગોધરા શહેરમા કિક્રેટ સટ્ટાનું નેટવર્ક ઉભુ થવાની ગોધરા શહેરના જાગૃતનાગરિકોને ચિંતા સતાવી રહી છે.કારણ કે કિક્રેટ સટ્ટાનો કાળો કારોબાર જીવનને આર્થિક રીતે પાયમાલ કરી નાખનારો છે.ગોધરા શહેરમા પણ યુવાધન જો આવા સટોડીયાઓની લતમા આવી જાય તેવી પણ ગોધરાના નાગરિકોને દહેશત વર્તાઈ રહી છે. સટ્ટાની લત જીવનને બરબાદ કરી નાખનારુ છે. તેના કારણે ઘણીવાર આત્મહત્યા કરવાના પણ બનાવો બનતા હોય છે.ત્યારે ગોધરા શહેરમા આવા સટ્ટાઓ ફરી ઉભા ના થાય તે માટે ગોધરા શહેરના જાગૃત નાગરિકો, બુદ્ધિજીવી વર્ગ દ્વારા માગં પોલીસતંત્રદ્વારા કરવામા આવી રહી છે.
ગોધરામા કિક્રેટમેચોનું સટ્ટાબજાર ઉભુ થાય તે પહેલા પોલીસ તંત્ર દ્વારા દાબી દેવામા આવે તેવી લોકમાંગ
Advertisement