ગોધરા રાજુ સોલંકી
વલ્ડ હેરીટેઝ સાઇટ ચાંપાનેર વડાતળાવ ખાતે રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા પંચમહોત્સવ અંતર્ગત આગામી દિવસોમાંઅનેક કાર્યક્રમો યોજવામાં આવનાર છે.તેનાથી જિલ્લાની કોલેજોમાં જાણકારી મળે તમેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમજ જનસમુહો જોડાય તે અંગે જાણકારી આપવા જિલ્લાની કૉલેજોમાં સેમિનાર યોજાયો હતો.જેમાં કાંકણપુર આર્ટસ કોલેજ,બી.એડ કૉલેજ કૉલેજ કાંકણપુર તેમજ શહેરા સરકારી આર્ટ્સ કૉલેજખાતે જિલ્લા સમહર્તાના માર્ગદર્શન હેઠળ કૌશિક પટેલ,વિનુ બામણિયા, કલ્પેશ પટેલ,દિલીપ ભાટિયા એ પંચમહોત્સવ વિશે મહાશાળાઓના વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.વિવિધ કૉલેજોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વિષદ માહિતી મેળવી હતી.આપણા વિરાસત,વારસાને માણી આનંદ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં ત્રણેય કૉલેજના આચાર્ય અને અધ્યાપક મિત્રોનો સહકાર મળ્યો હતો.જે પી.પટેલ,જયેશ પટેલ ડૉ સુભાસ ભદોરીયાએ પણ કાર્યકમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ વિદ્યાર્થીઓને પંચમહોત્સવમાં સામેલ થવા અનુરોધ કર્યો હતો.