રાજુ સોલંકી,ગોધરા
જિલ્લાના ગોધરા શહેરના અતિવ્યસ્ત અને ધમધમતા ભાગોળ વિસ્તારમાં મુંબઈ દિલ્હી રેલવે લાઇન પસાર થાય છે. અહીં રેલ ફાટક આવેલી હોવાને કારણે જ્યારે રેલગાડી પસાર થાય ફાટક બંધ કરવી પડે છે જેને કારણે ભારે ટ્રાફિક જામ થાય છે. આ ટ્રાફિકના અવર-જવર વચ્ચે આજે એક રેલ ફાટક તૂટી જવા પામી હતી અને તેને કારણે ટ્રાફિક જામ ની પરિસ્થિતિ નિર્માણ પામી હતી અને મોટા વાહનો ની અવર જવર પર બ્રેક લાગી ગઈ હતી. અત્રે નોંધનીય છે કે ગોધરા શહેરના સૌથી સૌથી વ્યસ્ત અવર-જવર વાળો વિસ્તાર મોટી દુકાનો આવેલી હોવાના કારણે નાના વેપારીઓ ખરીદી કરવા વાહનો લઈને આવે રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો હોવાથી વાહનો પણ મોટી સંખ્યામાં હોય છે. અહીંના સ્થાનિકો દ્વારા ઓવર બ્રિજ અંડરપાસ બનવા માટે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પરિણામ જોવા મળ્યું નહીં અહીં દિન-પ્રતિદિન ટ્રાફિક જામની સ્થિતિ વિકટ થતી જાય છે