વિજયસિંહ સોલંકી,ગોધરા
એક તરફ ગુજરાત સહિત ભારતમા દલિતો દ્વારા એસ.સી.એસ.ટી.એકટનો વિરોધ કરવામા આવી રહ્યો છે.બે દિવસ પહેલા ભારત બંધનુ એલાન પણ કરવામા આવ્યું હતું અને અને હિંસક ઘટનાઓ પણ બની હતી ગુજરાતમા દલિતો ઉપર અત્યાચારની ઘટનાઓ એ ચિંતાનો વિષય થઈ રહી છે. ઉનાકાંડમા જે દલિતો ઉપર અત્યાચાર ગુજારવામા આવ્યો તે કોઈથી અજાણ નથી. ગોધરા નગર પાલિકામા સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી ઉપર ગોધરાનગર પાલિકાના કાઉન્સીલર દ્વારા ગટરની સાફસફાઈ બરાબર કરતા નથી તેમ કહી લાફા ઝીકીને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા જોકે સફાઈકામદાર દ્વારા આ કાઉન્સીલર તેમજ અન્ય બે શખ્શો સામે પોલીસ ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધવામા આવી છે. ત્યારે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતપડ્યા હતા અને આજે મોટી સંખ્યામાં દલિત આગેવાનો તેમજ સફાઈકામદારો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમા દલિત સમાજમા પર થઈ રહેલા હુમલાઓને કારણે ભયનુ વાતાવરણ સર્જાવા પામ્યુ છે ત્યારે આવા હુમલા કરનારાઓ ઉપર સખત પગલા લેવાની માંગ કરવામા આવી છે.
પ્રાપ્તવિગતો અનુસાર ગોધરા નગર પાલિકાના સફાઈ કામદાર અને રાષ્ટ્રિય દલિત મહાસંઘના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ સોંલકી ઉપર કાઉન્સીલર ઈદ્રીશ દરગાહી સહીત અન્ય બે શખ્શો દ્વારા હુમલો કરી જાતિવિષયક શબ્દો બોલવામા આવ્યા. આ સંર્દભમા ભરતભાઈ સોંલકી દ્વારા એક આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામા આવ્યું હતું જેમા જણાવામા આવ્યુંહતુ હુ ભરતભાઈ સોલંકી રાષ્ટ્રિય દલિત મહાસંઘના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ છે.અને ગોધરા નગર પાલિકા દ્વારા સફાઈકામદાર તરીકે ફરજ બજાવે છે. ભરતભાઈ પોતાની ફરજના કામના ભાગરુપે ગોધરા શહેરના મીઠીખાન મહોલ્લાવાળી ગલીમા ગટરની સફાઈકામ માટે અન્ય કામદારો સાથે ગયા હતા ત્યારે ત્યા ગોધરા નગર પાલિકાના કાઉન્સીલર ઈદ્રીશ દરગાહી એ ગાળો બોલી થપ્પડ મારી હતી અને અન્ય એક ઈસમ મોહમંદ હનીફ બદામનાઓ એ સાલા સંડાસ જતા આવડતુ નથી ગાડીઓ લઈને ફરતા થઈ ગયા છો. તેમ કહ્યું હતુ .જેથી ગભરાઈને હુ જતો રહ્યા હતો અને આ અંગે મારા ઉપરી અધિકારીને જાણ કરી હતી. વધુમા જણાવામા આવ્યું હતુ કે એક કોમ દ્વારા અગાઉ પણ ગોધરા નગર પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલા બનેલા છે. આ પ્રકારનાહુમલાનેકારણે દલિત સમાજના દલિત કર્મચારીઓ ભયની લાગણી અનુભવી રહ્યાછે.
ગોધરાનગર પાલિકા દ્રારા રક્ષણનીગોધરા શહેરમા તાજેતરમા પણ બનેલા એક બનાવમાં દલિત સમાજના વ્યકિતઓ ઉપર હુમલો કરી માર મારવાના બનાવો બન્યા છે.ગોધરા નગર પાલિકા દ્રારા રક્ષણની કોઇ કાર્યવાહી કરવામા આવેલ નથી.દલિત સમાજ હુમલાને કારણે અસલામતીની લાગણી અનુભવે છે. ભયની લાગણી અને અસલામતી ભર્યું વાતાવરણ છે અને તે દુર થાય તે માટેયોગ્ય પગલા લેવા કાર્યાવાહી કરવા મારી તથા સમાજની માગણી કરવામા આવે છે તેમ આવેદનપત્રમા જણાવામા આવ્યું હતું. અત્રે નોધનીય છે કે સફાઇ કામદાર ભરતભાઈ સોલંકી દ્વારા ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સફાઈ કામદાર ઉપર આ રીતે માર મારવાની ઘટના બનતા ગોધરા નગરાપાલિકામા કામ કરતા સફાઈ કામદારોમા ઘેરા પડ્યા છે. અને કાઉન્સીલર સહિત તેમના સાગરિતો વિરુધ્ધ કડકમા કડક સજા કરવાની માંગ પણ કરવામા આવી છે.