Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ: ક્ષય નિયંત્રણ કાર્યક્રમ હેઠળના કરાર આધારિત કર્મચારીઓએ પગારવધારાના ઠરાવનો કર્યો વિરોધ.

Share

વીજય કુમાર,ગોધરા

Advertisement

        આરોગ્ય  વિભાગના રાષ્ટ્રિય ક્ષયનિયંત્રણ કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની પગાર વધારાની માગણી સામે  જે મહેતાણાવધારાનો આદેશ કરવામા આવ્યો છે  જેને કર્મચારીઓ દ્વારા મજાક સમાન ગણાવ્યો છે. તેના પગલે  ગુજરાતમા અન્ય  જિલ્લા સહિત પંચમહાલ જીલ્લાના ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓમા  ભારે રોષ જોવા મળી રહ્યો છે

મળતી વિગતો અનુસાર  સરકાર દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમા ક્ષયનારોગની નાબુદીમાટે   રાષ્ટ્રિય ક્ષયનિયંત્રણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા  હાલ કરાર આધારિત  કર્મચારીઓ જે વર્ષોથી નિષ્ઠાપુર્વક  ફરજ બજાવી રહ્યા છે. જેમા પગાર વધારાને લઈને એક પરિપત્ર બહાર પાડવામા આવ્યો જેમા એન.એચ.એમ ડાયરેકટરશ્રીના તા ૨૮/૫/૨૦૧૮ના પત્ર ક્રમાકNHM/SPMU/ મહેનતાણુ વધારોનો આદેશ ૨૦૧૮/ ૩૧૧ દ્વારામહેનતાણા વધારાનો આદેશ કરવામા આવ્યો જેનો ગુજરાતના કર્મચારીઓ   એ   મજાક સમાન,શોષણયુક્ત જોગવાઈ સભર,કર્મચારીને નિન્મકક્ષા તરફ ધકેલનાર પગારવધારાનો આદેશ ગણાવીને વિરોધ કરવામા આવ્યો છે. જેનેલઈને પંચમહાલ જીલ્લામા પણ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓમા પણ ભારે રોષ હોવાનુ સુત્રો પાસેથી  જાણવા મળ્યું  છે. આ પગારવધારાના ઠરાવ  અગે કર્મચારીસંઘના ગુજરાત એકમના લીડર હેમાંશુ પંડ્યા દ્વારા મહેનતાણા વધારાના આદેશને પુનઃ ન્યાયિક વિચારણા આદેશ માટે  રાજયપાલમુખ્યમત્રી આરોગ્યમત્રીને પણ વિનંતીપત્ર લખવામા આવ્યો છે. જેમા જણાવામા આવ્યું છે કે આ પત્રમા હેઠળ નિયત મર્યાદામા કાર્યવાહી નહી  કરવામા આવે તો ૭-૬-૨૦૧૮ના રોજ તમામ જિલ્લા સ્તરે અને રાજ્યસ્તરે  આંદોલનોકરવાની ચિમકી ઉચ્ચારવામા આવી છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક આરોપીની ધરપકડ કરી…

ProudOfGujarat

નડિયાદ ઉત્તરસંડામાં  ૪.૧૬ લાખનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

માંગરોળમાં વ્યાપક વરસાદથી કૃષિપાકને થયેલ નુકસાનનું ખેડૂતોને વળતર ચૂકવવા કોંગ્રેસની માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!