વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લામા હવે દારુ પકડાવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જાય છે ગોધરા એસ.ટી. બસ સ્ટેશનમા બેઠેલી ચાર મહિલા સહિત એક પુરૂષને વિદેશી દારુના જથ્થા સાથે ગોધરા એલસીબી તેમજ એડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સંયુક્ત રીતે બાતમીના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબીને બાતમી મળી હતી કે ગોધરા બસ સ્ટેશન ખાતે એક પુરુષ અને ચાર મહીલાઓ બેઠી છે તેની પાસે થેલામાં ઈગ્લીશ દારુનો જથ્થો મીણીયા થેલામાં સંતાડેલો છે.બાતમીને આધારે એલસીબી પોલીસ સ્ટાફ તેમજ ગોધરાએડીવીઝનપોલીસ મથકની ટીમે ખાનગી રીતે વોચ રાખી કોર્ડન કરી તેમની અટક કરી હતી.તેમની પાસે રહેલા થેલામા તપાસ કરતા ઈગ્લીશ દારુ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.તેમના નામ સરનામા પુછતા (૧)કાળુભાઈ મુજાભાઈ મુનિયા રહે.ગોરીયા પટેલ ફળિયું ,તા લીમખેડા.જી.દાહોદ.(૨)સંગીતાબેન પર્વતભાઈ મુનિયા,રહે, ગોરીયા પટેલ ફળિયું તા લીમખેડા દાહોદ(૩) રમીલાબેન રમેશભાઈ મુનિયા રહે,ગોરીયાપટેલ ફળિયુ તા લીમખેડાજી દાહોદ(૪) રમીલાબેન રમેશભાઈ મુનિયા રહે.ગોરીયા પટેલ ફળિયું ,તા લીમખેડા.જી.દાહોદ(૫) રેશમબેન મુકેશભાઈ ભાભોર રહે ફુલપરી નદી ફળિયું તા લીમખેડા જી દાહોદ હોવાનું જણાવ્યું હતુ. તે જથ્થો ક્યાથી લાવ્યા ? તેમ પોલીસે પુછતા જણાવ્યું હતું કે કમલેશ લાલુભાઈ ડામોર રહે.હાથીયાવન તા લીમખેડા જી દાહોદ પાસેથી લીધો હતો. વડોદરા મજુરી કામ કરવા માટે જતા હોવાના કારણે ત્યામજુરીના સ્થળે વેચાણ કરવા માટે લઈ જતા હોવાનુ જણાવ્યુ હતું. પોલીસેકુલ બીયર તેમજ ક્વાટરીયા મળી કુલ નંગ- ૨૧૨૪ નંગ પકડી પાડીને કુલ ૧,૦૬,૮૦૦ લાખ રુપિયાનો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.