Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા શહેરના પરવડી ખાતે આવેલી જીવદયા ગૌશાળાના સંચાલકોએ સરકાર પાસે પશુઓ માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ

Share

વિજયસિંહ સોલંકી,ગોધરા

ગોધરાના પરવડી સ્થિત જીવદયા ધામ
ગૌશાળા મા બે હજાર પશુઓ છે.દાતાઓ દ્રારા ચાલતી આ ગૌશાળામાંપાણી ઘાસચારો સહિતનો ખર્ચ લાખ રુપિયા જેટલો પ્રતિદીન થાય છે.જીએસટી અને નોટબંધી ને કારણે દાતાઓ તરફથી ઓછુ દાન મળતા ગૌશાળાની તિજોરી ખાલી થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે સરકાર પાસે આર્થિક પેકેજની માંગણી કરી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ મહીસાગર દાહોદ જિલ્લાના પશુઓનુ આશયસ્થાન ગણો કે ઘર તેવુ ગોધરા પાસે પરવડી માં જીવદયા ધામ ગૌશાળા આવેલી છે.જે હાલ આર્થિક ડામાડોળ પરિસ્થિતીમાંથી પસાર થઇ રહી છે.હાલમા 2,000 જેટલા પશુઓ જેમા ગાય,ભેંસ,બળદો, વાછરડાનો સમાવેશ થાય છે.ત્યારે હાલમા ઉનાળાની સીઝનમા
પાણી ઘાસચારાની તંગી સર્જાતા જીવદયા ગૌશાળાના સંચાલકો મુંઝવણ માં મુકાયા છે
દાતાઓ થકી ચાલતાગૌશાળામાં દાનની સહાય ઓછી થતા ગૌશાળામા રહેલા પશુઓના સાચવણી તેમજ ખોરાકી ખર્ચ કાઢવો પણ મૂશ્કેલ બન્યો છે.સંચાલકોનુ કહેવુ છેકે  ગૌશાળામાં ગાય,વાછરડા,ભેંસ,બળદો સહિતના અબોલ પશુઓ પાછળ રોજિંદા એક લાખ રૂપિયા ખર્ચ સારસંભાળ પાછળ થાય છે.
દાનની રકમથી ચાલતી ગૌશાળા દાતાઓની આર્થિક મદદ મળી રહેતી હતી.પણ જીએસટી. અને નોટબંધી બાદ દાન આપનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.જેના કારણે હાલ જીવદયા ધામ ના નિભાવી ખર્ચમાં કટોકટી સર્જાઈ છે.હાલ ઉનાળાની ગરમીના કારણે પાણીના તળ ઉડે જતા પશુઓ માટેના પીવાના પાણી ની વિકટ સમસ્યા સર્જાય છે અબોલ પશુઓની તરસ બુઝાવવા ટ્રસ્ટ દ્વારા ટેન્કરો મંગાવી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેનો રોજિંદા ખર્ચ 10 થી 12 હજાર નો થાય છે.વધુમા સંચાલકોનુ કહેવુ છે.કે સરકાર હાલમા પાણીની સમસ્યાને લઇ તેના નિવારણ માટે યોજનાઓ પાછળ કરોડો રુપિયા ફાળવી રહી છે.ત્યારે આ અબોલ પશુઓ માટે પણ સરકાર દ્રારા આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવી અમારી માંગણી છે.


Share

Related posts

ગુજરાત સરકારે નર્મદા કેનાલ આધારિત ખેડૂતોને સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

કેમ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદએ લોલીપોપ વંહેચી.તમામ સભ્યોએ લોલીપોપ લઈ શાસક પક્ષ પર આક્ષેપ કર્યા…

ProudOfGujarat

ઝઘડિયાના અંધારકાછલા ગામેથી એક્ટિવા પર વિદેશી દારુ લઇ આવતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!