વિજય કુમાર ,ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કેન્દ્રની સરકારના ચાર વર્ષ પુરા થયા છે તે દિવસને કોગ્રેસે વિશ્વાસ ઘાત દિવસ તરીકે ઉજવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ગોધરા શહેરના ચર્ચ સર્કલ પાસે જીલ્લા કોંગ્રેસ એ વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવ્યો હતો કોંગ્રેસ અગ્રણી ઓએ ભાજપા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતુ કે કેન્દ્રની એન.ડી.એ. (ભાજપ) સરકાર આવ્યા પછી બંધારણીય સંસ્થાઓને તોડવાનું કામ થયું છે. દેશની અંદર મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ-ડીઝલનો ઐતિહાસિક અને કમરતોડ ભાવ વધારો થયો છે. બેરોજગારીનું પ્રમાણ રોજબરોજ વધી રહ્યું છે. યુવાનોમાં હતાશા વ્યાપી છે. આ પરિસ્થિતિથી દેશમાં ખેડૂતો પણ ખૂબ મુશ્કેલીમાં મૂકાયા છે. સમગ્ર દેશમાં અફરા તફરીનો માહોલ ઉભો થયો છે. વેપારીઓના વેપાર ધંધા પણ ઘટ્યા છે.આવા સંજોગોમાંથી દેશ પસાર થતો હોય ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તા. ૨૬મી મે, ભાજપના કેન્દ્રીય શાસનના ચાર વર્ષ પૂર્ણ થવાના દિવસને “વિશ્વાસઘાત દિવસ” તરીકે જાહેર કરેલ જે અંતર્ગત પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ,ગોધરા દ્વારા જીલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટીના નેતૃત્વમાં વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો