વિજયસિંહ સોલંકી, ગોધરા
જિલ્લા રોજગાર કચેરી, ગોધરા દ્વારા તારીખ ૫ /૦૫ /૨૦૧૮ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મહાત્મા ગાંધી હોલ, ખાતે એપ્રેન્ટિસશીપ ભરતી મેળો અને ઓદ્યોગિક ભરતી મેળો રાખેલ છે. ભરતી મેળામાં ટેકનીકલ / નોન ટેકનીકલ જગ્યાઓ માટે ઉમર ૧૮ થી ૩૦ વર્ષ સુધીના પુરુષ અને મહિલા ઉમેદવારો કે જેઓ ધો-૧૦ પાસ, ૧૨ પાસ , આઈ.ટી.આઈ. પાસ, સ્નાતક ની લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, ભરતીમેળામાં ઉમેદવારને નોકરી ઓફર તેમજ એપ્રેન્ટિસશીપમાં જોડવા ઈચ્છતા ઉમેદવારને એપ્રેન્ટિસની ભલામણ કરવામાં આવશે. તેમજ સ્વરોજગાર લક્ષી માર્ગદર્શન તેમજ લશ્કરી ભરતીની તૈયારી માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવશે. તેમજ આગામી તારીખ ૦૮/૦૫/૨૦૧૮ ના રોજ ધી એમ.જી.એસ.હાઈસ્કુલ કાલોલ, તા. કલોલ ખાતે અને તારીખ ૧૦/૦૫/૨૦૧૮ ના રોજ શ્રીમતી જે.આર.ભાટિયા હાઈસ્કુલ , સંતરોડ, તા. મોરવા(હ) ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ભરતીમેળાનું આયોજન કરેલ છે જેમાં લાભ લેવા રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ પોતાના બાયોડેટા અને લાયકાત ના પ્રમાણ પત્રોની ચાર ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે હાજર રહેવા રોજગાર અધિકારી(જનરલ) ગોધરા દ્વારા જણાવાયું છે.