Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામાં પાંચ શખ્સોએ મારામારી કરી ઘીંગાણું મચાવી કારની તોડફોડ કરતા પોલીસ ફરિયાદ

Share

વિજયસિંહ સોલંકી ,ગોધરા

ગોધરા તાલુકાના સારંગપુર ગામે લગ્નના વરઘોડામા પાંચ શખ્શો દ્વારા ઘીંગાણુ મચાવી મારામારી કરતા અને કારની તોડફોડ કરતા તેમની વિરુધ્ધ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામા આવી છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા તાલુકાના સારંગપુર ભાટડીના ( હાલ રહે સુરત) ગણપતસિંહ નરવતસિંહ જાદવના કુંટુબી ભત્રીજા અશ્વિનકુમારનું લગ્ન હતું.અને વરઘોડો કાઢવામા આવ્યો હતો.જેમા સૌ નાચીને આનંદ પ્રમોદ કરતા હતા.ગામના જ બે શખ્શો અજયકુમાર જાદવ તેમજ,સુભાષભાઈ જાદવએ વરઘોડો રોકી દીધો હતો.ત્યારે ગણપત સિંહ અને અન્ય એક સંબધી મહેન્દ્રસિંહએ આગળ વરઘોડો જવા દો એમ કહેતા જ બીજા ત્રણ શખ્શો ધર્મેશભાઈ ગણપતભાઈ જાદવ,હરીશભાઈ રાજેન્દ્રભાઈ જાદવ, કાળુભાઈ ભારતભાઈ ત્યા આવી ગયા હતા અને ઉશ્કેરાઈને ગાળો આપી ભેગામળી મહેન્દ્રસિંહને માર માર્યો હતો.એક મહીલા વીણાબેન ને પણ ગડદાપાટુ માર માર્યો હતો.ત્યારેસુભાષ જાદવે તો ગણપતસિંહની અલ્ટો ગાડીની તોડફોડકરી હતી.અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા તમામ શખ્શો વિરૂધ્ધગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાપામી છે.

Advertisement

Share

Related posts

છેતરપિંડીના ગુનામાં ગયેલ ત્રણ ફોર વ્હીલ ગાડીઓ રીકવર કરતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

વાઘજીપુર ગામે કુવામાંથી મળી આવી ત્રણ દિવસ ગુમ યુવતીની લાશ

ProudOfGujarat

નર્મદા નદી એલર્ટ મોડ પર, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!