ચીનના વુહાનમાંથી પ્રસરેલા કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં ઘણા દેશો તેનો ભોગ બન્યા છે. કોરોનાને કારણે દેશમા લોકડાઉન કરવાની ફરજ પડી હતી. હાલમાં સરકાર દ્વારા વિવિધ છૂટછાટો સાથે અનલોકની જાહેરાત કરવામા આવી છે. કોરોના મહામારીની સૌથી મોટી અસર શિક્ષણ જગત પર પડી છે. જોકે હાલમા કેટલીક જગ્યાઓ પર ઓનલાઈન શિક્ષણ આપવામા આવી રહ્યુ છે. પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરામા આવેલા કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે આજે જીલ્લા કોંગ્રેસ પ્રમૂખ અજીતસિંહ ભટ્ટીની આગેવાની હેઠળ કોવિડ 19 વૈશ્વિક મહામારીને લીધે JEE અને NEET ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓના હિતમાં મુલતવી રાખવા તેમજ વિદ્યાર્થીઓને છ મહિનાની ફી માફીની માંગ સાથે સોશિયલ ડીસટન્સ રાખીને વિરોધ કરવામા આવ્યો. જેમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માંગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશમંત્રી રફીક તિજોરીવાલા વિવિધ સેલના સંગઠનના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ,રાજુ સોલંકી
ગોધરા : JEE અને NEET ની પરીક્ષાઓ મુલતવી રાખવા પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીની માંગ.
Advertisement