Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓને મળશે 10 ટકા અનામતનો લાભ? આ રહ્યું જ્ઞાતિઓનું લિસ્ટ

Share

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટ મળી હતી જેમાં સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ અનામત આર્થિક રીતે પછાત સવર્ણોને આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટને લઈને જે રીતે મોદી સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફેરવી નાંખ્યો હતો, તેનાથી સવર્ણો ખૂબ નારાજ થયા હતા. ગુજરાતમાં કઈ-કઈ જ્ઞાતિઓના લોકોને આ અનામતનો લાભ મળશે તે જ્ઞાતિઓ પર એક નજર કરીએ.

બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ- નાગર, વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, દિચ્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણ, મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત- રજપૂત, ક્ષત્રિય, વાણિયા- વૈષ્ણવ શાહ, ભાટિયા, ભાવસાર, ભાવસાર(જૈન), બ્રહ્મ ક્ષત્રિય, ક્ષત્રિય પ્રભુ, ન્યાયેતર જાતિ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), પૂજારા, કેર, ખડાયતા, ખત્રી, કળબી- કણબી, લેઉવા પાટીદાર- પટેલ, કડવા પાટીદાર- પટેલને 10 ટકા અનામતનો લાભ મળશે.

Advertisement

આ ઉપરાંત લાડ વાણિયા, શ્વેતાંબર જૈન વાણિયા, દિગંબર જૈન વાણિયા, લોહાણા- લવાણા- લુહાણા, મંડાલી, મણિયાર, મરાઠા રાજપૂત ( મુળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), મહારાષ્ટ્રિયન ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે અને મૂળે ગુજરાતમાં સ્થાયી થયેલા ), દશા- વીસા જૈન, પોરવાલ જૈન, સોમપુરા- સોમપુરા બ્રાહ્મણ (ઘંટિયા સલાટ સિવાયના), સોની- સોનાર- સુવર્ણકાર, સિંધી (જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે)ને 10 ટકા અનામતનો લાભ મળશે.

સૈયદ, બલોચ, બાવચી, ભાડેલા (મુસ્લિમ), અલવી વોરા( મુસ્લિમ), દાઉદી વોરા, સુલેમાની વોરા, મુસ્લિમ ચાકી, જલાલી, કાગઝી (મુસ્લિમ), કાઝી, ખોજા, મલિક ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), મેમણ, મોગલ, મોલેસલામ ગરાસિયા, મોમિન ( પટેલ ), પટેલ ( મુસ્લિમ ), પઠાણ, કુરેશી (સૈયદ), સમા, શેખ ( જે SC, ST, OBC/SEBCમાં ન હોય તે ), વ્યાપારી ( મુસ્લિમ ), અત્તરવાલા, પારસી, ખ્રિસ્તી (જે અનુસૂચિત જાતિમાંથી ધર્માતંરિત થયેલી નથી તે), યહૂદીને પણ અનામતનો લાભ મળશે.


Share

Related posts

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન G.I.P.C.L. એકેડેમીમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

તમારું ભરૂચ હોય તો ભલે હોય, હું ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નહીં કહી કાચા કામના કેદીનો અમલદાર પર જીવલેણ હુમલો

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!