Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં , લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો.

Share

ડેમનાં આકાશી દૃશ્યો ગીર જંગલમાં મેઘમહેરથી નદી નાળાં છલકાયાં, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો ગીર સોમનાથ જિલ્લા અને જંગલમાં સતત વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં પૂર આવતાં ડેમોમાં નવા નીરની આવક રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગીર જંગલ વિસ્તારમાં સતત વરસાદ વરસતાં મછુન્દ્રી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેને લઈ ગીર – ગઢડા પાસે આવેલો પ્રખ્યાત દ્રોણેશ્વર ડેમ ( બંધારો ) ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમનાં આહલાદક કુદરતી દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ નજારો જોવા આસપાસથી મોટી સંખ્યામાં લોકો ડેમ સાઈટ પર ઊમટી પડ્યા હતા.

મછુન્દ્રી નદીમાં વરસાદી પાણી વહેતું થયું ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થઈ રહી છે. ગીર જંગલ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. ગીર જંગલમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાથી એનું પાણી નદી – નાળાઓ મારફત ગીર – ગઢડા તાલુકામાંથી પસાર થતી મછુન્દ્રી નદીમાં વહેતું થયું હતું, જેને પગલે આ નદી પર પ્રખ્યાત દ્રોણેશ્વર ધામ નજીક આવેલો દ્રોણેશ્વર ડેમ ( બંધારા ) છલકાયો હતો. જેથી આહલાદક દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ વર્ષે ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે આ ડેમનાં અદભુત દૃશ્યો જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકો ઊમટી પડ્યા હતા. ડેમ છલકાતાં આહલાદક નજારો આ દ્રોણેશ્વર ડેમ અને મછુન્દ્રી નદી તેમજ આસપાસના વિસ્તારોનાં આકાશી દૃશ્યો પણ સામે આવ્યાં છે. મછુન્દ્રી નદીમાં ધસમસતા નવા નીરને કારણે ડેમ છલકાતાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. તો વરસાદી માહોલના લીધે ડેમ અને નદીની આસપાસના વિસ્તારોમાં કુદરતી લીલોતરી સોળે કળાએ ખીલી ઊઠી છે.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કેવડીયામાં નવું ટ્રાફિક પોલીસ મથક ઉભું કરવા રાજ્ય સરકારની મંજૂરી,કુલ 85 પોલીસ કર્મીઓનું મહેકમ મંજુર કરાયું.

ProudOfGujarat

જામનગરમાં રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે સમર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા આમોદ ખાતે બિરલા સેલ્યુલોજિક ખરચ સી.એસ.આર વિભાગ દ્વારા કન્યા શિષ્યવૃત્તિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!