Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાના ગોધરા માં કોરોનાનો એક નવો પોઝિટીવ કેસ નોંધાયો.

Share

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લામાંથી અત્યાર સુધી કુલ ૩૦ સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા હતા, જે પૈકી ૨૬ના રિપોર્ટ નેગેટીવ રહ્યા હતા. તેમજ ૨ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અગાઉ એક કોરોના પોઝિટીવ શખ્સનું વડોદરા ખાતે સારવાર દરમિયાન અવસાન થયું હતું. ર વ્યક્તિઓના સેમ્પલ ફરીથી મોકલવાના થયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૨૮૦ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે. જે પૈકી ૧૧૦૮ વ્યક્તિઓએ ક્વોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરેલ છે. જ્યારે ૧૩૪ વ્યક્તિઓનો હોમ ક્વોરેન્ટાઈનનો સમયગાળો હજી ચાલુ છે.

રાજુ સોલંકી :- પંચમહાલ

Advertisement

Share

Related posts

લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંર્તગત વિચારનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડતાલમાં ગોમતી કિનારે કરોડના ખર્ચે આકાર લેનાર ભવ્ય અક્ષર ભુવનના પાયાના કાર્યનો શુભારંભ.

ProudOfGujarat

ભારતે રચ્યો ઈતિહાસ, ચંદ્રયાન-3 નું સાઉથ પોલ પર સફળ લેન્ડિંગ, ચંદ્ર પર લહેરાયો તિરંગો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!