આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકાર મહા નિર્દેશાલય આકાશવાણી દિલ્હીના સહયોગથી,આજે 15 ફેબ્રુઆરી 2019 ના રોજ ગોધરા સીટી in હોટલ ખાતે ખેડૂત દિવસ સંમેલનનું આયોજન કૃષિ તજજ્ઞો ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. ખેડૂત સંમેલન ના આરંભેપુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને બે મીનીટ મૌન થી શ્રદ્ધાંજલિ અપાઈ હતી, વિઘ્નહર્તા શ્રી ગણેશ ની પ્રાર્થના થી શરૂ કરાયેલ આ સમારંભમાં ઉપસ્થિત કૃષિ તજજ્ઞો ને આવકારી આકાશવાણી અને કિસાન વાણી કાર્યક્રમની મહત્તા અંગે આકાશવાણી ગોધરાના કાર્યક્રમ વિભાગીય વડા ડોક્ટર ગીતાબેન gida એ જણાવ્યું હતું કે છેલ્લા દાયકાથી પ્રસારિત થતા આ કિસાન વાણી કાર્યક્રમથી મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ના ખેડૂતો ખેત માહિતી સાથે મનોરંજન પ્રાપ્ત કરી રહ્યા છે અને એ મુજબ પોતાની ખેતીમાં અમલ કરી જમાના સાથે કદમ મિલાવી રહ્યા છે
આ પ્રસંગે આકાશવાણી ગોધરાના કેન્દ્ર અધ્યક્ષ હેમેન્દ્ર અજા રિયા અને તેમની એન્જિનિયરિંગ વિંગની 2015માં મળેલ બેસ્ટ મેન્ટેન ડિફિકલ્ટ સ્ટેશન ની કામગીરી ની સિદ્ધિને યાદ કરી બિરદાવ્યા હતા . મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી ગોધરાના યુનિટ હેડ મનીષભાઈ પટેલ દ્વારા મકાઈની ખેતી અંગે રસપ્રદ જાણકારી અપાઇ હતી. જ્યારે ઔષધીય સુગંધિત સંશોધન કેન્દ્ર બોરીયાવી આણંદ ના ડાયરેક્ટર પી મની વેલ દ્વારા ઔષધીય વૃક્ષો થી તંદુરસ્તી સાથે વૃક્ષ ઉછેર ,વેલ્યુ એડીશન જેવી બાબતોની આગવી શૈલીમાં જાણકારી આપી હતી. તો પંચમહાલ જીલ્લાના વેજલપુર ખાતે આવેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડોક્ટર કનક લતા બેને અજાયબી ભર્યા ગુણો ધરાવતી ajola વનસ્પતિ ની વિશેષતા અને તેની ખેતી અને પશુપાલનમાં ઉપયોગીતા વિશે રસપ્રદ જાણકારી આપી હતી, તો કેન્દ્રીય બાગાયત કેન્દ્ર વેજલપુર સિનિયર સાયન્ટિસ્ટ ડોક્ટર એ.કે.સિંઘ દ્વારા સુકા વિસ્તારમાં થતા બાગાયતી પાકો થી સ્વસ્થ જીવન અને અર્થોપાર્જન અંગે મહત્વપૂર્ણ જાણકારીઓ આપી હતી . મહિલા તાલીમ કેન્દ્ર ગોધરાના ગીતાબેન ઇનામદારે મહિલાઓને આધુનિક જમાનામાં આધુનિક ખેતી ની કેળવણી અને પ્રોત્સાહન અપાતી તાલીમ અંગે વિગતવાર જાણકારી આપી હતી, તમામ નિષ્ણાતોના સંબોધન બાદ ખેડુત પ્રશ્નોત્તરી કાર્યક્રમ પણ ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનો માટે લાભપ્રદ રહ્યો હતો .કાર્યક્રમનું સમાપન આકાશવાણી ગોધરાના ડ્યુટી ઓફિસર પ્રકાશભાઈ બિલવાલ દ્વારા કરાયું હતું ત્યારબાદ મહાનુભાવોના હસ્તે ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોને કેસર કેરીના રોપા વિતરણ કરાયા હતા .સમગ્ર કાર્યક્રમનું સંચાલન આકાશવાણી ગોધરાના ઉદઘોષક મનીષા ડામોર અને વિપુલ પુરોહિત દ્વારા કરાયું હતું.
આકાશવાણી ગોધરા તથા કૃષિ મંત્રાલય ભારત સરકાર મહા નિર્દેશાલય આકાશવાણી દિલ્હીના સહયોગથી,સીટી in હોટલ ખાતે ખેડૂત દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું .
Advertisement