પંચમહાલ જીલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણનો હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. આ વાઇરસની અસર રોકવા માટે તકેદારી જરુરી છે.જેના પગલે તંત્ર સજાગ છે.જીલ્લાના વડામથક ગોધરા શહેરમાં આવેલી આદ્ય મહેશ્વરી સોસાયટી વાલ્મીકીવાસ, ડબગરવાસ, તીરઘર વાસ સહિતના વિસ્તાર ગંદકીના કારણે અહીના સ્થાનિકો મૂશ્કેલી વેઠી રહ્યા હોવાનો અહેવાલ પ્રાઉડ ઓફ ગુજરાતની ટીમ દ્રારા પ્રકાશિત કરવામા આવ્યો હતો.આ અહેવાલ પ્રસારિત થતા ગોધરા નગરપાલિકા તંત્ર હરકતમા આવ્યુ હતુ અને તાબડતોબ આજના મંગળવારના દિવસે રોગચાળો ના વકરે અને કોરોનાની પરિસ્થીતી જોતા ફોગીંગ કરવામા આવ્યુ હતુ.સાથે સાથે સેનેટાઈઝરના છંટકાવ થી વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. નોધનીય છેકે ગોધરા નગરમાં કોરોના વાઇરસ ને રોકવા માટે લડત આપતાં સમગ્ર વ્યવસ્થાતંત્ર પાલિકા, પોલીસ, અને આરોગ્ય વિભાગ એ સરાહનીય પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે દેશની ચોથી જાગીર ગણાતુ મીડીયા પણ તેમા સહયોગી બન્યુ છે. પ્રાઉડ ઓફ ગુજરાતની ટીમે પણ પોતાની સામાજીક જવાબદારી નિભાવીને તંત્રને કોરોના સામેની જંગમાં પણ ખડેપગે ફરજ બજાવી સાચા સમાચાર પહોચાડવાની કામગીરી કરી રહ્યુ છે. સ્થાનિકોએ પણ પ્રાઉડઓફ ગૂજરાત અને પાલિકા તંત્રનો આભાર માન્યો હતો. સાથે સાથે ગૂજરાતની જનતાને પણ ઘરમા રહેવાની અપીલ પણ કરી રહ્યુ છે.
રાજુ સોલંકી:- પંચમહાલ