ગોધરા : દેશમાં જ્યારે પણ કટોકટી કે આપત્તિ સમય આવે છે ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હંમેશા સેવા આપવામાં અગ્રેસર હોય છે. અત્યારે દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંક્રમણના જોખમના સમયમાં પણ આરએસએસના સ્વયંસેવકો જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ફરજ નિભાવી રહ્યાં છે. કોરોનાની વૈશ્વિક મહામારી માં અનેક લોકો એ કોરોના સંક્રમણ ના પ્રકોપ માં પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે કેટલાકે અન્ય બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે ત્યારે આવા કોરોનાગ્રસ્ત મૃતદેહોના અંતિમ સંસ્કાર કોરોનાની ગાઇડલાઈન અને નિયમો મુજબ કરવામાં આવે છે કોરોના સંક્રમણ ના કારણે લોકો ભયભીત રીતે જીવન જીવી રહ્યા છે ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં ગોધરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સ્વયંસેવક ની ટીમ કોરોનાની સામે ની લડત મા મેદાને ઉતાર્યા છે સ્વયંસેવકો કોરોના થી સંક્રમિતોના મૃતદેહોને કોરોનાની ગાઈડલાઈન મુજબ પીપીઇ કીટ પહેરીને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે આરએસએસ યુવાનોના સેવાકીય કાર્યથી પીડિત પરિવાર પણ આવી વિકટ પરિસ્થિતિમાં જાણે પરિવારજનો સાથ સહકાર મળતો હોય તેવી અનુભુતિ કરી રહ્યા છે.
પંચમહાલ:- રાજુ સોલંકી