Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા: અપક્ષ ઉમેદવારોના ચુટણી કાર્યાલયના કાર્યક્રમમાં, જાણીતા ગુજરાતી ગાયક ઉમેશ બારોટ હાજર રહ્યા.

Share

ગોધરાનગર પાલિકાની ભાજપ -કોંગ્રેસની સાથે સાથે અપક્ષોએ ઝંપલાવ્યુ છે.ગોધરામાં પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.શહેરના વિવિધ આવેલા વોર્ડ નંબરના મતવિસ્તારમાં પ્રચારની શરૂઆત થઈ છે.મતદારોને રિઝવવા માટે હવે ઉમેદવારો કલાકારોનો સહારો લઈ રહ્યા છે.

પંચમહાલમા સ્થાનિક ચૂટણીને લઈને પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે.ગોધરા શહેરમાં વોર્ડ-4માં અપક્ષ ઉમેદવારોની પેનલના કાર્યાલયને ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.વોર્ડ-4માં અપક્ષ પેનલના ઉમેદવાર દીપક હેમનદાસ ખુમાણી, નીપાંગ કુમાર પ્રકાશભાઈ પટેલ,પરેશકુમાર અરવિંદભાઈ દેવડા,રંજનબેન રાજેશભાઈ ચૌહાણ,ઉમેદવાર તરીકે ઉભા છે.આ કાર્યાલયને જાણીતા ગુજરાતી ગાયક કલાકાર ઉમેશ બારોટ( યાદ તારી જીંદગીથી જાતી નથી ફેઈમ) દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમને ઉભેલા ઉમેદવારોને મત આપવાની અપીલ કરી હતી.ગુજરાતી ગાયક કલાકારને નિહાળવા પણ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા.ચુટણીમાં પ્રચારમા હવે મતદારોને રિઝવવા માટે અપક્ષો પણ મેદાને પડ્યા છે. આ વખતે ગોધરા નગરપાલિકાની ચુટણી ભારે રસાકસીવાળી બની રહેવાની છે.

Advertisement

પંચમહાલ:- રાજુ સોલંકી


Share

Related posts

ભાવનગર ના ઘોઘા તાલુકા ના કણકોટ ગામમાં ઢોર માર મારી યુવાનની કરી હત્યા

ProudOfGujarat

અંકલેશ્વરના સુરતી ભાગોળ માર્ગ પર પતંગની દોરીમાં કબૂતર આવી જતા જીવદયા પ્રેમીએ તેને બચાવ્યું હતું .

ProudOfGujarat

ડમ્પિંગ સાઇડનો વિરોધ – ભરૂચના થામ ગામ પાસેથી ડમ્પીંગ સાઇડ દૂર કરવા સ્થાનિકો તંત્ર સામે મેદાને પડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!