Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરમાં પડતર માંગણીઓને લઈને ખેડૂત સંગઠને સરકાર સામે મોરચો માંડયો, મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા.

Share

ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા લગાવી રેલી કાઢી હતી તેમની પડતર માંગણીઓ માટે આજે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. એક સમાન વીજ બિલ સહિતની પડતર માંગણીઓ અંગે વારંવારની અરજીઓ છતાં સરકાર દ્વારા અનેક વખત અવગણના કરવામાં આવતા આખરે આજે ભારતીય કિસાન સંઘે સરકાર સામે ઉગ્ર આંદોલનનું રણશિંગુ વગાડ્યું છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતોએ કિસાન સંઘના નેજા હેઠળ ગાંધીનગરમાં રેલી કાઢી હતી અને જય જવાન જય કિસાનના નારા લગાવ્યા હતા અને સરકાર સામે લડત આપવાનો સંકલ્પ લીધો હતો.

આજે કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં સરદાર પટેલની પ્રતિમા પાસેથી રેલી કાઢવામાં આવી હતી. ખેડૂતોએ કહ્યું છે કે જ્યાં સુધી સરકાર પડતર માંગણીઓ પર નિર્ણય નહીં લે ત્યાં સુધી કિસાન સંઘ ધરણા કરશે અને તેમની માંગણીઓને વળગી રહેશે. કિસાન સંઘના પ્રમુખ જગમાલભાઈએ જણાવ્યું હતું કે, આજે અમે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાના છીએ. સરકાર બહેરી થઈ ગઈ છે. છેલ્લા છ મહિનાથી અમે કહીએ છીએ કે વીજળીની સમસ્યા યથાવત છે. મીટર અને હોર્સપાવર વચ્ચે ભાવ તફાવત છે. ખેડૂતો પાસે કુવા અને બોરીઓના તળિયે પાણી નથી. માત્ર મીટર પૂરતું નથી, ગુજરાતભરમાંથી ખેડૂતો સરકારના કાન ખોલવા ઉમટી પડ્યા છે. અમે 21 મીએ ધરણા કર્યા હતા, પરંતુ અમને જગ્યા આપવામાં આવી ન હતી, તેથી આજે અમે સરદાર પટેલના આશીર્વાદ લેવાના છીએ. જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે સરકાર પાસે સાંભળવા માટે હજુ 12 કલાકનો સમય છે. મુખ્યમંત્રી નિર્ણય લે અને ખેડૂતોને શાંતિથી ખેતી કરવા દો. ગુજરાતના ખેડૂતોને રસ્તા પર ન લાવો. 27 વર્ષથી સરકાર અમારી વાત નથી સાંભળી રહી. ખેડૂતો કોઈ પણ જાતની ખોટ વિના ગાંધીજીના માર્ગે આંદોલન કરે છે. ધરતીમાં પાણી નથી, મીટર નથી, કેમ એક ભાઈને ફળ અને બીજા ભાઈને ગોળ. જો અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગામડાઓ બંધ કરાવીશું, ધારાસભ્યો અને સાંસદોને ગામડાઓમાં જવું મુશ્કેલ બનાવી દઈશું. કિસાન સંઘે આજથી સરકાર સામે મોરચો રચ્યો છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.


Share

Related posts

અંકલેશ્વર ખાતે બકરા ચોરી પલાયન થયેલ ગેંગના બે આરોપીઓને અમદાવાદના વટવા ખાતેથી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

સુરત સિવિલ હોસ્પિટલના ડાયાલિસીસ વિભાગમાં લાગી આગ, દર્દીઓમાં ભાગદોડ

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અષાઢી મેઘમહેર વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!