વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિતે હિન્દી કવિ સંમેલન ગુજરાત માં તારીખ ૧૨ મે જૂન ૨૦૨૦ ના રોજ બપોરે બે વાગ્યે આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન આદરણીય સુપ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી રાજ કુમાર જૈન રાજન રાજસ્થાન અકોલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું સંચાલન સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં સરસ્વતી વંદના બાદ કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું સરસ્વતી વંદના મુંબઈ ની કવિયિત્રી શિલ્પા શેઠ દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે સહિતય અકાંદામી ગાંધી નગર ના પ્રમુખ શ્રી વિષ્ણુ ભાઈ પંડયા સાહેબ વિશેષ અતિથિ રૂપમાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ માં દેશમાં થી ૨૫૬ કવિ ઓ જોડાયા હતા તે પૈકી ૧૦૫ કવિ ઓ એ હિન્દી માં બાળ મજૂરી વિરોધ પર પોતાની ઉમદા કવિતા ઓ પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમ માં ડૉ.ગુલાબચંદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ “વૈશ્વિક પરિ પેક્ષ માં ગાંધીજી અને અન્ય શોધ” પુસ્તક હિન્દી નું વિમોચન શ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ અધ્યક્ષ સહિતય અકાંદામી ગાંધી નગર દ્વારા કરવામાં આવ્યું હતું. માનનીય મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબ દ્વારા ડૉ ગુલાબચંદ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતાસસ્થા ના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા પોતાની કવિતા રજૂ કરવામાં આવી હતી તથા સચિવ શ્રી રમેશભાઈ મૂલવાણી દ્વારા પણ પોતાની કવિતા રજૂ કરી હતી
આ કાર્યક્રમ ની આભાર વિધિ શ્રી કાંતિભાઈ પટેલ એડવોકેટ ગાંધી નગર દ્વારા કરવામાં આવી હતી.
ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ
મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર