ડૉ.ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા યોજવામાં આવેલ પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ ૧૨ જૂન ૨૦૨૦ ના રોજ બપોરે એક ત્રીસ વાગ્યે ઑન લાઈન આયોજિત કાર્યક્રમમાં વિષ્ણુ ભાઈ પંડયા અધ્યક્ષ ગાંધીનગર દ્વારા “વૈશ્વિક પરીપેક્ષ માં ગાંધીજી અને અન્ય શોધ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી રાજકુમાર જૈન રાજન અકોલા રાજસ્થાનનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.ગુલાબચંદ પટેલ દ્વારા આ પુસ્તક લખ્યું છે અને તે ઇ બુક રૂપે હિન્દીમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શારદા વીણાની પ્રાથના શિલ્પાબેન શેઠ મુંબઈ કવિયિત્રી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અતિથિ ઓનું સંસ્થાના અધ્યક્ષ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા શબ્દો રૂપી ફૂલ માળા અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સચિવ રમેશભાઈ મૂલવાણી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. વિષ્ણુ ભાઈ પંડયા દ્વારા પટેલને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ પુસ્તકમાં મહામારી કોરોના વિશે તથા ગાંધીજીના મૂલ્યવાન વિચારો અને વૈશ્વિક ગાંધીજીના વિચારોનો પરિચય કરાવ્યો છે. ગાંધીજી વિશે હિન્દી ગુજરાતીમાં નહીં પણ અન્ય ભાષાઓમાં ૧૦૦૦ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલા છે. વિશ્વ આજે પણ ગાંધીજીના વિચારોનું ચિંતન કરી રહ્યો છે. ગાંધીજીની ખાદી માટે, દારૂ માટેની ચળવળ ચલાવી હતી. ગાંધી અમર છે આ પુસ્તકમાં બાળકો વિશે પણ વિચાર ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, ગાંધીજીનું જીવન ચરિત્ર આ પુસ્તકમાં જોવા મળ્યું છે, આ પુસ્તક શોધ વિદ્યાર્થિનીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. આ કાર્યક્રમ પૂરો થયો છે અને તરત જ વિજય રૂપાણી મુખ્ય મંત્રી દ્વારા ડૉ ગુલાબચંદ પટેલને હિન્દીમાં અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ પ્રસંગે આભાર વિધિ કે.આઈ પટેલ એડવોકેટ દ્વારા કરવામાં આવી હતી.
ડૉ. ગુલાબચંદ પટેલ.