અવકાશમાં દેખાયું અદભુત મેઘધનુષ્ય, વરસાદ આવ્યા પછી મોટે ભાગે મેઘનુષ્ય જોવા મળતું હોય પરંતુ હાલમાં એક એવુ મેઘધનુષ્ય ગારીયાધારના અવકાશમાં જોવા મળ્યું હતું. જે વરસાદ ના હોવા છતાં તેનો નજારો અદભુત હતો. મેઘધનુષ્ય મોટાભાગે વરસાદ બાદ વાદળોની આસપાસ દેખાતું હોઈ છે. જ્યારે આ મેઘધનુષ્ય એ સૂરજની પાસે જોવા મળ્યું હતું. આ નજારો દુર્લભ હોઈ છે. કેમ કે સુરજ આસપાસ મોટાભાગે મેઘધનુષ્ય દેખાતું હોતું નથી. આમ ગારીયાધાર તાલુકામાં આકાશમાં મેઘમહેર બાદ સૂર્યની આસપાસ આકાશમાં મેઘધનુષ્ય દેખાયું હતું. જેમાં આ મેઘધનુષ્યમાં વિશેષતા એ હતી કે તે સૂર્યની આસપાસ દેખાયુ હતું જેમાં મોટાભાગે આ પ્રકારે મેઘધનુષ્ય દેખાયું હતું. આમ ગારીયાધારના અવકાશમાં મેઘ ધનુષ્ય દેખાતા લોકો આ મેઘ ધનુષ્યને નિહાળતા નજરે પડ્યા હતા.
Advertisement