Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, 1 ઘાયલ

Share

ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા. પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ 6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. પાંચ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ છે.

Advertisement

Share

Related posts

ચાંદીપુરા વાયરસને લઈ ઝઘડિયા રાજપારડી CHC – PHC કેન્દ્રની મુલાકાત લેતા કોંગી આગેવાન ધનરાજ વસાવા

ProudOfGujarat

સુરત કર્મચારી વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા એસીબીનાં છટકામાં રંગે હાથ ઝડપાય ગયો હતો.

ProudOfGujarat

માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ એમ્બ્યુલન્સ અર્પણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!