આજે ગુજરાત વિધાનસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે. બિલમાં મહાનગર પાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમ સુધારાઓ કરવામાં આવ્યા છે.
કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા ઓબીસી અનામત રાખવાની કલમ સુધારવા માટેની જોગવાઈ છે. આ ઉપરાંત 50 ટકાથી વધુ તમામ અનામત ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. ગુજરાત પંચાયત અધિનિયમની કલમોમાં સૌથી વધુ સુધારા કરાયા છે.
આ વચ્ચે ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓબીસી સમાજ દ્વારા આજે સીએમનું સન્માન કરવામાં આવશે. મહાસંમેલનમાં ઓબીસીના પ્રતિનિધીઓ પણ સામેલ થશે.
ઓબીસી અનામતને લઈને અગાઉથીટ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આજે આ બિલટ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. જેમાં કેટલીક મહત્વની જોગવાઈઓને લઈને બિલ રજૂ કરવામાં આવશે. કાયદા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજે વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસ દ્વારા ઓબીસી અનામતને લઈને વિધાનસભાની ચૂંટણીઓના સમયથી જ વિવિધ માગો કરવામાં આવી હતી.