Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરનાં સરગાસણ ચોકડી પાસે ગેરેજની દુકાનમાં ભીષણ આગ લાગતાં સંપૂર્ણ સામાન બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

Share

ગાંધીનગરના સરગાસણ ચાર રસ્તા નજીક આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સના એક ગેરેજમાં શનિવારે વહેલી સવારે એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવના કારણે આસપાસનાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં જોઈ જાનહાનિના સમાચાર નથી.

સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં અશોકભાઈ ઠાકોર ચામુંડા ગેરેજ નામની દુકાન ધરાવે છે. શનિવારે સવારે અશોકભાઈના ગેરેજમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. દુકાન બંધ હોવાથી ધુમાડાના ગોટેગોટા બહાર આવતા લોકોમાં દોડધામ મચી હતી. જોતેજોતા આગ બહાર આવી હતી. આસપાસના અન્ય વેપારીઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ભેગા થયા હતા. દરમિયાન કોઈએ ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરી હતી.

Advertisement

ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્રાથમિક તપાસમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. ગેરેજની દુકાનમાં ઓઇલ અને પેટ્રોલ પ્રવાહી હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી. ગેરેજ અંદરનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થયો હતો.


Share

Related posts

અમદાવાદ : પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર હવે થશે કાર્યવાહી, જાણો હાઈકોર્ટમાં સરકારે શું કહ્યું?

ProudOfGujarat

સુરેન્દ્રનગર લખતર શિયાણી દરવાજા સામે આવેલી ગણેશ કિરાણા સ્ટોર ના માલિક દ્વારા પોતાની દુકાન માંથી રૂપિયા ગયાની ફરિયાદ કરી

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!