Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ચાર લોકોને કરંટ લાગતાં એકનું મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત

Share

ગાંધીનગરઃ શહેરના સેકટર 22 નાં સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર ખાતે આજે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હોવાથી ગઈકાલે સાંજે મંદિર ખાતે મંડપ ઊભો કરતા લોખંડનો તાર બાંધતી વખતે લોખંડનાં પોલના લાઈટના ખુલ્લા વાયરના કારણે ચાર લોકોને કરંટ લાગ્યો હતો. જેમાં ગુજરાત બ્રહ્મ સમાજ રાજય કક્ષા ગાંધીનગર શહેર જિલ્લાનાં યુવા ઉપપ્રમુખ તીર્થેશ ઉપાધ્યાયનું અકાળે અવસાન થયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આજે શુક્રવારના રોજ બ્રહ્મ સમાજ દ્વારા પંચદેવ મંદિર ખાતે લઘુ રુદ્રી મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે પૂર્વ તૈયારીના ભાગરૂપે તીર્થેશભાઈ પંચદેવ મંદિર ખાતે ગયા હતા. જ્યાં સમાજ દ્વારા મોટો મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. એ દરમિયાન તીર્થેશભાઈ સહિતના લોકો ભગવાન શિવની પ્રતિષ્ઠા અર્થે લોખંડનો તાર એક છેડેથી બીજા છેડે બાંધી રહ્યા હતા ત્યારે તાર તીર્થેશભાઈનાં હાથમાં હતો. જેમની સાથે મંડપનો ઈલેક્ટ્રિશીયન તેમજ મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની પણ હતા.

Advertisement

ત્રણ જણાને કરંટ લાગ્યો હતો

ત્યારે લોખંડનાં પોલમાં છુટ્ટા વીજ વાયરને તાર અડકી જતાં મૂકેશભાઈ ભટ્ટ અને તેમના પત્ની તેમજ ઈલેક્ટ્રિશીયનને કરંટ લાગ્યો હતો. આથી તીર્થેશભાઈ બધાનો જીવ બચાવવા માટે હાથમાં રહેલ તારનું ગૂંચળું દૂર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એજ વખતે તેઓને પણ વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હતો. અને તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા. વીજ કરંટ લાગતાં જ ત્રણ જણા દૂર ફેંકાઈ ગયા હતા. જેના કારણે પંચદેવ મંદિર ખાતે અફરાતફરી મચી ગઈ હતી.તીર્થેશભાઈને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસીને તીર્થેશભાઈને મૃત જાહેર કર્યા હતા.


Share

Related posts

ભરૂચમાં દુકાનનું શટર તોડી ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી મુસ્લિમ સમાજ દ્વારા માતમ ચોક ખાતેથી જુલુસ કાઢવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર વિસ્તારમાં મૂળ અમદાવાદનાં ટ્રક ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા બે ખાનગી દવાખાના બંધ કરી તબીબ અને તેના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!