કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દે આજે સીએમની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવશે. જૂનાગઢ, ગીર સોમનાથ વરસાદે અગાઉ તારાજી સર્જી હતી ત્યારે સર્વેની કામગિરી અને સહાય અંગેની સમીક્ષા હાથ ધરવામાં આવશે. ખરીફ વાવેતર મામલે સમીક્ષા હાથ ધરાશે. આ સિવાય અન્ય નિતીવિષય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
સીએમની અધ્યક્ષતમાં દર બુધવારે મળતી કેબિનેટ બેઠકનું ગાંધીનગર ખાતે મળી હતી. સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ખાસ કરીને વિધાનસભામાં આગામી સમયમાં મળનાર સત્ર મામલે તેમજ વરસાદના કારણે નુકસાની સહાય મામલે ચર્ચા કરવામાં આવશે.
આગામી સપ્ટેમ્બરમાં વિધાનસભા સત્ર આવી રહ્યું છે. મેડિકલ, કોમન યુનિવર્સિટી એક્ટ આ બન્ને બિલો પબ્લિક ડોમેનમાં મુકવામાં આવ્યા છે. બજેટના પ્લાનિંગને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. વાયબ્રન્ટ ગુજરાતની મોટાપાયે તૈયારીઓ અને કામગિરીને લઈને ચર્ચા કરવામાં આવશે. 40 ટકાથી વધુ પાકને નુકસાન મામલે ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રમાંથી ટીમ સર્વે માટે પણ અહીં ગુજરાતમાં આવી પહોંચી છે. સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નુકસાની સહાય મામલે આજે જાહેરાત થાય તેવી પણ શક્યતા છે.