Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમીનના ભ્રષ્ટાચાર કેસમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ કે લાંગાના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર

Share

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે તેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતાં પોલીસે લાંગાને કોર્ટમાં રજૂ કરીને વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે આ રીમાન્ડ પણ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં વધુ ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, SIT દ્વારા આ કેસની તપાસ દરમિયાન વધુ 6 લોકોના નિવેદન લેવામાં આવ્યાં છે.

પોલીસે અગાઉ એસ.કે.લાંગાના ફર્ધર રિમાન્ડની માગણી દરમિયાન જણાવ્યું હતું કે, આરોપીના રિમાન્ડ દરમિયાન પોતાની પાસે રહેલી ગાડીની ડેકીમાં સંતાડેલો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જે ચેક કરતા તેમાં ઘણા વ્યવહારો તથા સંપર્કો કોડવર્ડની ભાષામાં થયેલ હોવાનું જણાયેલ છે. તમામ ચેક/કેસના વ્યવહારો લખેલ હોય ઉપરાંત જમીનને લગતા ઘણા ભાવ પણ કોડવર્ડમાં લખેલ છે. જેની સાચી કિંમત જાણવા તથા ઘણા દસ્તાવેજો પણ સોફ્ટ ડેટા સ્વરૂપે મળી આવેલ છે. જે તમામ વિગતો જાણવા આરોપીની પ્રત્યક્ષ હાજરી જરુરી હોવાનું જણાવી વધુ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં.

Advertisement

માઉન્ટ આબુથી લાંગાની ધરપકડ થતાં સીટની એક ટીમ દ્વારા ત્યા તપાસ કરવામાં આવી હતી. આરોપીએ પોતાના પાસેની બેગો અને અન્ય સામાન બંગલામાં સંતાડી દીધેલ હતો. જે આરોપીના પકડાયા બાદ બંગલામાં કામ કરતો શખ્સ અમદાવાદ લાવ્યો હતો. જે સામાન બાબતે માઉન્ટ આબુ ખાતે તપાસમાં ગયેલી ટીમ સાથે રાખી આ બાબતે પૂછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, આ સામાનમાં બે મોટી લોકવાળી બેગ અને કપડા હતા. આ બેગોમાં બે સ્માર્ટ મોબાઈલ, થોડાક સીમકાર્ડ, હિસાબોના લખાણવાળી ડાયરી, આશરે સાત લાખ રોકડા અને આશરે 2000 અમેરિકન ડોલર રાખેલ હતા. આ ઉપરાંત અન્ય ઘણી ચીજવસ્તુઓ હોય શકે છે. જે તેમને હાલ યાદમાં નથી.


Share

Related posts

જંબુસર ખોડલધામ સમિતિ દ્વારા છિદ્રા ખાતે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયા અંતર્ગત વિરમગામ તાલુકામાં કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટીમાં સીએનસી ઓપરેટર પર કૌશલ્ય વિકાસ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!