પૂર્વ કલેક્ટર લાંગાએ જમીન કૌભાંડના કેસ મામલે હાઈકોર્ટમાંથી અરજી અગાઉ કર્યા બાદ હવે પરત ખેંચી છે. રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી કરી હતી. કરોડોના કૌભાંડનો કેસ છે ત્યારે આજે તેમણે આ અરજી પરત ખેંચી છે.
પૂર્વ IAS એસ.કે.લાંગાએ ભ્રષ્ટાચારના કેસમાં રીમાન્ડની કાયદેસરતાને પડકારતી તેમજ FIR રદ કરવા હાઈકોર્ટમાં માંગ કરી હતી. આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી. જમીન ભ્રષ્ટાચારના કેસમાં એસ.કે.લાંગા સામે ફરિયાદ નોંધાતા તેમના 17 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ પોલીસે રાજસ્થાનથી પકડી લાવી રીમાન્ડ મેળવ્યા બાદ પૂછપરછ તેમજ તપાસ કરી છે. લાંગાએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. જોકે, કોર્ટના કડક વલણને જોતા લાંગાએ તેમની અરજી પાછી ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે.
ગૌચરની જમીનનાં કૌભાંડ અને અપ્રમાણસર સંપત્તિ કેસમાં એસકે લાંગાની ધરપકડ કરવામાં આવી છે. એસ.કે.લાંગા સામે પુરાવા તરીકે એક લાખથી વધુ દસ્તાવેજો મળ્યા છે. ત્યારે આ પ્રકારના સબુતો અત્યારે હાથ આવ્યા છે ત્યારે આ મામલે છેવટે લાંગાએ ભ્રષ્ટાચારના કેસમાં રીમાન્ડની કાયદેસરતાને પડકારતી અરજી કરી હતી જે આજે પરત લીધી છે.