ગાંધીનગરમાં માર્ગ સલામતી અને સુરક્ષાનો નવો પ્રોજેક્ટ કાર્યરત થયો છે. જે અંતર્ગત ગાંધીનગર ચ-જીરો સર્કલથી અમદાવાદ ઈન્દિરા બ્રિજ સુધી 11 કિમી માર્ગ પર રોડ ટ્રાફિક સેફ્ટી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, વિશ્વ બેંક અને પોલીસ વિભાગના સહકારથી માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગાંધીનગરમાં સૌપ્રથમ વખત અતિ-આધુનિક માર્ગ સલામતી કોરિડોરના પ્રોજેક્ટ SCDP-II ને VISWAS Project સાથે integrate કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર CH-0 સર્કલથી અમદાવાદના ઈન્દિરા બ્રિજ સુધીના લગભગ ૧૧-કિલોમીટરના માર્ગમાં રાહદારીઓ અને વાહનચાલકો માટે રોડ ટ્રાફિક સેફ્ટી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું નિરીક્ષણ અને સંચાલન VISWAS Project અંતર્ગત કાર્યરત ગાંધીનગર જિલ્લાના ‘નેત્રમ’ ખાતેથી કરવામાં આવે છે.પોલીસ ભવન, ગાંધીનગર સ્થિત Integrated Command & Control Centre (i3C) – ‘ત્રિનેત્ર’ સાથે પણ integrate કરવામાં આવ્યો છે.
ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ના નિયમોના પાલન માટે લોકજાગૃતિના પ્રયાસો કરવામાં આવતા જ હોય છે, ત્યારે હવે ટ્રાફિક નિયમોના પાલન તથા સ્વ શિસ્ત સાથે વાહન હંકારવા માટેની લોકોમાં જાગૃતિ આવે તેની માટે પાટનગરમાં આ નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ, વિશ્વ બેંક અને પોલીસ વિભાગના સહકારથી માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે ગાંધીનગરમાં સૌપ્રથમ વખત અતિ આધુનિક માર્ગ સલામતી કોરિડોર નો પાયલોટ પ્રોજેક્ટ SCDP-II હાથ ધરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટમાં ૨૫-Push Button થી રાહદારી Crossing System, ૨૬-Variable Message Display, ૪-લોકેશન ઉપર Over Speed Detection System, ૪-લોકેશન ઉપર Wild Life Detection System, ૧૩-લોકેશન ઉપર ગેરકાયદેસર Parking Detection System, ૪-લોકેશન ઉપર Infrastructure Monitoring System, 2-1 642 Advanced Traffic Counter & Classifier System, ૧૦-લોકેશન ઉપર Incident Management જેવી અલગ અલગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ સિસ્ટમ અંતર્ગત મોનીટરીંગ અને એનાલિસિસ માટે વિવિધ પ્રકારના ૯૬-CCTV કેમેરા લગાડવામાં આવેલ છે. વિવિધ સિસ્ટમને કનેકટ કરવા માટે 38KM નો OFC Fiberનું નેટવર્ક ઉભું કરવામાં આવેલ છે.