ટૂંક સમયમાં NFSUનું ઑફ-કેમ્પસ ઉત્તરાખંડમાં ખુલશે. ઉત્તરાખંડ FSLએ ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે NFSU સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
ઉત્તરાખંડ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દેહરાદૂને શૈક્ષણિક, સંશોધન અને તાલીમ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે 6 ઠ્ઠી જુલાઈ, 2023 ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ગાંધીનગર સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. સમજૂતી કરાર ઉપર અમિત કુમાર સિન્હા, અધિક મહાનિદેશક/નિયામક, FSL-ઉત્તરાખંડ અને પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અમિત કુમાર સિન્હા, અધિક મહાનિદેશક/નિયામક, FSL-ઉત્તરાખંડે ડૉ. જે.એમ. વ્યાસના ગતિશીલ નેતૃત્વ હેઠળ ફોરેન્સિક સાયન્સની વિવિધ શાખાઓ અને સંલગ્ન વિષયોમાં NFSU દ્વારા હાથ ધરવામાં આવતા સંશોધન અને વિકાસ કાર્ય, તાલીમ અને કન્સલ્ટન્સી કાર્યની પ્રશંસા કરી હતી.
ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) નજીકના ભવિષ્યમાં ઉત્તરાખંડમાં તેનું ઑફ-કેમ્પસ ધરાવશે. NFSU ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, દેહરાદૂન, ઉત્તરાખંડમાં તેની હાલની પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સહિત ફોરેન્સિક ક્ષમતાઓને મજબૂત કરવા માટે સમર્થન કરશે તે હેતુથી આ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
પ્રો.(ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU-ગાંધીનગર કેમ્પસએ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. પ્રો. જુનારેએ જણાવ્યું હતું કે બંને સંસ્થાઓ સંયુક્ત રીતે પીએચ.ડી. સુધીના સંશોધન કાર્યક્રમોનું આયોજન કરશે અને વિવિધ સ્તરે તાલીમ કાર્યક્રમો અને FSL માં કામ કરતા અધિકારીઓની ક્ષમતા નિર્માણ કરશે. NFSU સાયબર રેન્જ, કમ્પ્યુટર ફોરેન્સિક્સ, મોબાઈલ ફોરેન્સિક્સ અને ડ્રોન ફોરેન્સિક્સ સહિત સાયબર/ડિજિટલ ફોરેન્સિક ડિવિઝનની સ્થાપનામાં FSL-ઉત્તરાખંડને મદદ કરશે. એર કોમોડોર કે.આર. ઠાકર, ડીન, સ્કૂલ ઓફ પોલીસ સાયન્સ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ, NFSU એ મહાનુભાવોને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની વિવિધ પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને વિકાસ અને કન્સલ્ટન્સી સહિત તેની ક્ષમતાઓ વિશે માહિતી આપી હતી.
અમિત કુમાર સિન્હા, અધિક મહાનિદેશક/નિયામક, FSL-ઉત્તરાખંડની સાથે ડો.એસ.કે. શર્મા, સંયુક્ત નિયામક, FSL-ઉત્તરાખંડ અને ડૉ. એમ.કે. અગ્રવાલ, નાયબ નિયામક, FSL-ઉત્તરાખંડ પણ સેન્ટર ઓફ એક્સેલન્સ અને સાયબર સિક્યુરિટીની લેબોરેટરીઝે પણ NFSUના વિવિધ સેન્ટર ઓફ એક્સેલન્સ અને લેબોરેટરીઝની મુલાકાત લીધી હતી. જેમાં સાયબર સિક્યુરિટી, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ; ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાઇકોલોજી; બેલિસ્ટિક્સ રીસર્ચ સેન્ટર અને ટેસ્ટિંગ રેન્જ વગેરેનો સમાવેશ થાય છે.