Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર : મહુન્દ્રા ગામના વિદ્યાર્થીઓને શાળાના સમયે બસની સુવિધા માટે વલખા

Share

ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ અપડાઉન કરીને અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આસપાસના વિસ્તારના લોકો પણ બસની સુવિધાનો લાભ લઇ રહ્યા છે. અભ્યાસ અર્થે તથા નોકરી માટે જતા મુસાફરોને નિયત સ્થળે પહોંચવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સવારના સમયે ઇસનપુર મોટાની શાળામાં અભ્યાસ કરતા ૫૦ જેટલા તેમજ છાલાની શાળામાં અભ્યાસ અર્થે જતા ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે. એમના માટે યોગ્ય આવનજાવની સુવિધા નહિ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે શાળા છૂટયા બાદ પરત ફરતી વખતે ટાઈમ ટેબલ પ્રમાણે બસ આવતી નહિ હોવાના કારણે સાંજના સમયે કલાકો સુધી બસની રાહ જોવી પડે છે. જેના પગલે બાળકોના સમયનો પણ બગાડ થઇ રહ્યો છે. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણી વખત બસ નહીં આવતા નાછૂટકે ખાનગી વાહનોમાં જોખમી સવારી કરવાની નોબત આવે છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે કે સવારના સમયે તેમજ સાંજના સમયે વિદ્યાર્થીઓ માટે યોગ્ય રીતે બસની સુવિધા નિયમિત ચલાવવામાં આવે તો બાળકોને પણ હેરાન પરેશાન થવું પડે નહીં જે અંગે સત્વરે નિર્ણય લેવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ : ને.હા 48 પાલેજ, કરજણ વચ્ચે બે ટેમ્પો વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ટેમ્પો કેબીનમાં ફસાતા કરાયું રેસ્ક્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!