Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગર ખાતે બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સ્થાપવામાં આવશે.

Share

ગઈકાલે ઋષિકેશ પટેલે ટ્વીટ કરી હતી કે, બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી ગુજરાતના ગાંધીનગરમાં ગીફ્ટ સિટીમાં સ્થાપવામાં આવશે. ઓસ્ટ્રેલિયન શિક્ષણમંત્રી ગઈકાલે કહ્યું હતું કે, ગુજરાતના ગિફ્ટ સિટીમાં વોલોન્ગોંગ યુનિવર્સિટીના કેમ્પસ આ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. પ્રથમ બેચ માટે વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આ વર્ષના અંત સુધી મળી શકે છે. ચાર દિવસ સુધી ભારતની મુલાકાત લેનારા જેસન ક્લેરે જણાવ્યું હતું કે, શરૂઆતમાં કેમ્પસ નાનું હશે ત્યારબાદ કેમ્પસનું કદ વધારવામાં આવશે. આ વર્ષે પ્રથમ ફાયનાન્સ અને STEM એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિતના અભ્યાસક્રમો ભણાવવામાં આવશે.

શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વોલંગોંગ યુનિવર્સિટીએ ભારત સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ગિફ્ટ સિટીનો કેમ્પસ આ વર્ષના અંત સુધીમાં કામ કરવાનું શરૂ કરાશે. આ મૂલ્યવાન તક મેળવનારી પ્રથમ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી હશે. ‘

Advertisement

વોલંગોંગ યુનિવર્સિટી સિવાય બીજી ડેકિન યુનિવર્સિટી પણ ભારતમાં શરુ કરવામાં આવશે. જોકે, મંત્રી હજુ સુધી ડેકિન યુનિવર્સિટીના કેમ્પસ શરૂ કરવા માટે કોઈ સમય મર્યાદા અંગે જાહેરાત કરી નથી. તેમણે કહ્યું, “આવતા અઠવાડિયે, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વધુ માહિતી અને આ યુનિવર્સિટીની સમયમર્યાદા અંગે જાહેરાત થઇ શકે છે.

ડેકિન યુનિવર્સિટી ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં 266 મા ક્રમે છે. ભારતના ઘણા વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરવા જાય છે. આ રેન્કિંગમાં વોલોંગોંગ 185 ક્રમે છે. આ યુનિવર્સિટીએ પ્રથમ વિદેશી સંસ્થા છે જેણે સંયુક્ત આરબ અમીરાતમાં પણ કેમ્પસ શરૂ કર્યું છે.


Share

Related posts

ભરૂચ તાલુકાના ભાડભૂત ખાતેના નિર્ણય સંમેલન અંગે બે ની અટક જો કે સત્તાવાર સમર્થન નહીં

ProudOfGujarat

ગોધરા : ટીમ્બા રોડ ખાતે કોરોના વોરિયર્સને રાશનકીટ આપવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ – બે કિશોરો ખાડામાં ડૂબી જવાના બનાવના ઘેરાપ્ર્ત્યાઘાત , શક્તિનાથ સર્કલ પાસે મૃતદેહો મૂકી ચક્કાજામ , જવાબદાર બિલ્ડર અને અન્યો સામે પગલાં ભરવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!